કોંગ્રેસ શાસિત રાજ્યોમાં નાગરિકતા સંશોધન કાયદા સામે આગામી સપ્તાહમાં ઠરાવ પસાર કરવાનો નિર્ણય કરાયો છે. તેમજ આ રીતે રાષ્ટ્રીય નાગરિક નોંધણી (NRC) સામે પણ પ્રક્રિયા હાથ ધરાશે. કોંગ્રેસના સૂત્રો મૂજબ તેઓ કાયદાકીય રીતે આ ઠરાવ પસાર કરશે. આ ઉપરાંત એક વિચાર એમ પણ છે કે, સરકાર જો ઠરાવ પસાર ન કરે તો વિધાનસભાના કોઈ એક પ્રતિનિધિ તેની રજૂઆત કરે.
કોંગ્રેસ શાસિત રાજ્યોની વિધાનસભાઓ સજ્જ, CAA વિરૂદ્ધ ઠરાવ પસાર કરશે
નવી દિલ્હીઃ કોંગ્રેસે CAA સંદર્ભે પોતાના મુખ્યપ્રધાનો અને સાથી દળોને એક સંદેશ આપ્યો છે. પાર્ટીના સૂત્રોએ કહ્યું છે કે, કોંગ્રેસ શાસિત રાજ્યોની વિધાનસભામાં એક કાયદાકીય ઠરાવ પસાર કરશે. થોડા સમય પહેલા કેરળ વિધાનસભાએ CAA વિરૂદ્ઘ ઠરાવ પસાર કર્યો હતો. જોકે, TMCએ પણ ઠરાવનો વિરોધ નોંધાવ્યો છે અને કહ્યું છે કે, આ ઠરાવ પ્રસાર કરવો એ ગેર-બંધારણીય છે.
આ માટે કોંગ્રેસે પોતાના મુખ્ય પ્રધાનો અને સાથી દળોને જાણ કરી છે. કેરળ સરકારે પહેલાથી જ CAA વિરૂદ્ધ વિધાનસભામાં ઠરાવ પસાર કર્યો છે. સોમવારે મળેલી વિરોધ પક્ષોની બેઠકમાં તમામ મુખ્ય પ્રધાનોને NRC પ્રોસેસ બંધ કરવા કહેવાયુ છે.
વિરોધ પક્ષોએ એક સૂરમાં કહ્યું હતું કે, CAA, NRP અને NRCએ ગેરબંધારણીય છે. જેમાં ગરીબો, દલિતો, આદિવાસીઓ અને લઘુમતીઓને અસર પહોંચશે. NPR એ NRCની શરૂઆત છે. અમે માંગ કરીએ છે કે, CAA કાયદો પાછો ખેંચવામાં આવે અને NRC અને NPRની પ્રક્રિયા તાત્કાલિક બંધ કરવામાં આવે.