ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે 54 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા - દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ ઉમેદવારોની યાદી કરી જાહેર

નવી દિલ્હી: દિલ્હી કોંગ્રેસ સમિતિએ વિધાનસભાની ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ દ્વારા 54 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે.

congress
દિલ્હી વિધાનસભા ચૂંટણી

By

Published : Jan 19, 2020, 5:49 AM IST

દિલ્હી વિધાનસભા ચૂંટણીનું રણશીંગુ ફૂકાઈ ચૂક્યું છે. ત્યારે વિવિધ પાર્ટીઓ પોતાના ઉમેદવારોના જાહેર કરી રહી છે. કોંગ્રેસે પણ શનિવારે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિએ 54 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે.

-delhi-assembly-election-2020
અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ દ્વારા 54 ઉમેદવારોની પસંદગી કરાઈ

આમ, દેશભરમાં સૌ કોઈની નજર દિલ્હી વિધાનસભા ચૂંટણી પર મંડાયેલી છે ત્યારે અગાઉની ચૂંટણી પરીણામને ધ્યાનમાં રાખવું જોઈએ. નોંધનીય છે કે, 2015માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 70માંથી 67 સીટ મળી હતી. ભાજપે ત્રણ સીટ જીતી હતી. જ્યારે કોંગ્રેસને એક પણ સીટ મળી ન હતી. 2015માં ચૂંટણીપંચે 12 જાન્યુઆરીએ દિલ્હીમાં ચૂંટણીની જાહેરાત કરી હતી. 7 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું અને 10 ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થયા હતા.

ઉલ્લેખનીય છે કે, દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020ની ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ 21 જાન્યુઆરી છે. 22 જાન્યુઆરીએ ઉમેદવારીની ચકાસણી થશે. ચૂંટણી 8 ફેબ્રુઆરીએ શનિવારે અને મતગણતરી 11 ફેબ્રુઆરીએ થશે. આ ચૂંટણી એક તબક્કામાં યોજાશે.

ABOUT THE AUTHOR

...view details