ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઝારખંડ ચૂંટણી: 'એક ટ્રિલિયનમાં કેટલા ઝીરો' પુછનારા ગૌરવ વલ્લભ CM રઘુવર દાસને ટક્કર આપશે - રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ વલ્લભ

નવી દિલ્હી: કોંગ્રેસે પોતાના રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ વલ્લભને ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં મુખ્યપ્રધાન રઘુવર દાસની સામે મેદાનમાં ઉતાર્યા છે. પાર્ટી તરફથી શનિવારના રોજ જાહેર કરવામાં આવેલી બે ઉમેદવારોની યાદીમાં ગૌરવ વલ્લભનું નામ પણ સામેલ છે. ગૌરવ વલ્લભને જમશેદપુર ઈસ્ટમાંથી કોંગ્રેસના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

gaurav vallabha viral videos

By

Published : Nov 17, 2019, 2:39 PM IST

અહીં ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા પ્રો. ગૌરવ વલ્લભ ત્યારે ચર્ચામાં આવ્યા હતા, જ્યારે એક ટીવી ડીબેટમાં ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાને પૂછ્યુ હતું કે, એક ટ્રિલિયનમાં કેટલા ઝીરો આવે છે ? ગૌરવ વલ્લભે સંબિત પાત્રાને પૂછેલો આ પ્રશ્ન સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થઈ હતો.

કોંગ્રેસની યાદી

ઝારખંડમાં કોંગ્રેસે 81 સભ્યોની વિધાનસભા ચૂંટણીમાં ઝામૂમો અને રાજદ સાથે મળી ચૂંટણી લડી રહી છે.

ABOUT THE AUTHOR

...view details