મહત્વનું છે કે,કોંગ્રેસે જાહેર કરેલી 38 ઉમેદવારોની યાદીમાં ભોપાલથી દિગ્વિજય સિંહ,મિનાક્ષી નટરાજન મંદસૌરથી તો અશોક ચૌહાણને નાંદેડથી ટિકિટ આપવામાં આવી છે, જ્યારે અમરોહાથી રાશિદ અલ્વી ચૂંટણી લડશે. તેમજ કોંગ્રેસે મથુરાથી મહેશ પાઠકને ઉમેદવાર બનાવ્યા છે.
લોકસભા ચૂંટણી 2019: કોંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની 8મી યાદી, 4 પૂર્વ મુખ્યપ્રધાનોને આપી ટિકિટ - New Delhi
ન્યૂઝ ડેસ્ક: કોંગ્રેસે ગત મોડી રાત્રે લોકસભા ચૂંટણી માટે 38 ઉમેદવારોની આઠમી યાદી જાહેર કરી હતી. જેમાં કોંગ્રેસના ચાર પૂર્વ મુખ્યપ્રધાનોને લોકસભાની ચૂંટણી માટે ટિકિટ આપવામાં આવી છે. જેમાં દિગ્વિજય સિંહ, અશોક ચૌહાણ, એમ.વીરપ્પા મોઇલી અને હરીશ રાવતના નામ સામેલ છે.

નોંધનીય છે કે, અગાઉ એવી ચર્ચા હતી કે સપનાચૌધરી મથુરાથી કોંગ્રેસની ઉમેદવાર બનશે,પરંતુ હવે આ અટકળો પર વિરામ લાગી ગયો છે.
કોંગ્રેસે જાહેર કરાયેલી આ યાદીમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેને કર્ણાટકની સુરક્ષિત લોકસભા સીટ ગુલબર્ગાથી ટિકિટ આપી છે. ઉત્તરાખંડનાપૂર્વ મુખ્યપ્રધાનહરિશ રાવતને નૈનીતાલ ઉધમસિંહ નગર લોકસભા બેઠક પરથી પાર્ટીએ ટિકિટ આપી છે. તો કર્ણાટકની ચિકબલપુરથીપૂર્વ મુખ્યપ્રધાન વીરપ્પા મોઇલને કોંગ્રેસે ટિકિટ આપી છે. જયારે મહારાષ્ટ્રના નાંદેડથી પૂર્વ મુખ્યપ્રધાન અશોક ચૌહાણને કોંગ્રેસે પોતાના ઉમેદવાર બનાવ્યા છે.