તો આ બાજુ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને વરિષ્ઠ નેતા મોતીલાલ વોરાએ પણ કહ્યું હતું કે, આમ આદમી માટે બજેટમાં કશુંય નથી.
બજેટ 2019: આ બજેટમાં ખાસ કંઈ નવું નથી: કોંગ્રેસ - modi government 2.0
નવી દિલ્હી: કોંગ્રેસે કેન્દ્રીય બજેટ 2019 પર પોતાની પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસે કહ્યું હતું કે, આ બજેટમાં નવું કશુંય નથી, નવી બોટલમાં જૂનો શરાબ બતાવવા જેવી વાત છે. લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ સંસદ પરિસરમાં કહ્યું હતું કે, મોદી સરકાર લોકો સાથે કરેલા વચન પાળવામાં નિષ્ફળ રહી છે તથા આ બજેટમાં ખાસ નવું કશુંય નથી.
કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ બજેટ પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, આ બજેટ ફિક્કું અને નિરુત્સાહી બજેટ છે. બજેટમાં આર્થિક પુનરુદ્ધાર મામલે શૂન્ય, ગ્રામિણ વિકાસ તથા નોકરીના સર્જન માટે પણ શૂન્ય, શહેરોની કાયાપલટ માટે પણ શૂન્ય સાબિત થયું છે.
તો આ બાજુ કોંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ બજેટને લઈ પોતાની પ્રતિક્રિયા આપી છે તેમણે કહ્યું હતું કે, સરકાર ખેડૂતોની આવક ડબલ કરવાનો ભ્રમ સેવી રહી છે.તેમણે પેટ્રોલ અને ડિઝલના ભાવને લઈ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતાં.