ભાજપના સંકલ્પ પત્રનું કવર પેજ અને કોંગ્રેસનું કવર પેજ જોઈ લ્યો: અહેમદ પટેલ - lok sabah election
ન્યૂઝ ડેસ્ક: ભાજપે આજે 2019ની લોકસભા ચૂંટણી માટે પોતાની પાર્ટીનો સંકલ્પ પત્ર જાહેર કર્યું છે. ભાજપે જાહેર કરેલા આ ચૂંટણી ઢંઢેરા પર કોંગ્રેસ નેતા અહેમદ પટેલ પ્રહારો કરતા કહ્યું કે, ભાજપના સંકલ્પ પત્રમાં ફક્ત એક જ વ્યકિત દેખાઈ આવે છે અને તે છે મોદીજી.
twitter
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલે જણાવ્યું હતું કે, ભાજપના સંકલ્પ પત્રનું કવર પેજ અને કોંગ્રેસના કવર પેજ જોઈ લ્યો તમને સ્પષ્ટ તફાવત દેખાઈ આવશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, આ બંનેના ચૂંટણી ઢંઢેરા જોશો તો ખ્યાલ આવશે કે, ભાજપના સંકલ્પ પત્રમાં ફક્ત મોદીજી જ દેખાઈ આવે છે જ્યારે કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં લોકોના ટોળા દેખાઈ રહ્યા છે. મતબલ અમે જનતાને પ્રાધાન્ય આપીએ છીએ જ્યારે ભાજપમાં એક જ વ્યકિત દેખાશે.