ગાંધી પરિવારની SPG સુરક્ષા હટાવવા મુદ્દેના વિરોધમાં કોંગ્રેસ સભ્યોએ મંગળવારે લોકસભામાં હંગામો મચાવ્યો હતો. શિયાળુ સત્રના બીજા દિવસે કાર્યવાહી શરૂ થયાની સાથે જ કોંગ્રેસના સભ્યોએ નારા લગાવ્યા અને બેઠકની પાસે પહોંચી ગયા હતા. ત્યાર બાદ DMKના સભ્યો પણ કોંગ્રેસના સમર્થનમાં બેઠકની પાસે આવી ગયા.
લોકસભામાં ગાંધી પરિવારની SPG સુરક્ષા હટાવવા મુદ્દે કોંગ્રેસનો હંગામો - ગાંધી પરિવારની SPG સુરક્ષા
નવી દિલ્હી: સંસદમાં કોંગ્રેસના સભ્યોએ કેન્દ્ર સરકાર દ્વારા ગાંધી પરિવારની SPG સુરક્ષા હટાવવા મુદ્દે શિયાળુ સત્રના બીજા દિવસે હંગામો મચાવ્યો હતો. જે દરમિયાન SPG સાથે રાજકારણ બંધ કરોના નારા પણ લાગ્યા હતા.
ગાંધી પરિવારની SPG સુરક્ષા હટાવવા મુદ્દે કોંગ્રેસે લેકસભામાં ઉહાપોહ મચાવ્યો
કોંગ્રેસ અને ડીએમકેના સભ્યોએ બદલાનું રાજકારણ બંધ કરો. 'SPG સાથે રાજકારણ બંધ કરો' અને 'વી વોન્ટ જસ્ટિસ'ના નારા લગાવ્યા હતો..
ઉલ્લેખનીય છે કે, થોડા સમય અગાઉ સરકારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધીની SPG સુરક્ષા પાછી ખેંચી લીધી હતી. હાલ તેમને Z પ્લસ શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે.
Last Updated : Nov 19, 2019, 4:46 PM IST