ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોંગ્રેસે ચૂંટણી પંચ સામે પોતાના સભ્યો પર દરોડા પાડવાનો મુદ્દો ઉઠાવ્યો - કોંગ્રેસનું એક પ્રતિનિધિમંડળ

નવી દિલ્હી: કોંગ્રેસનું એક પ્રતિનિધિમંડળ મંગળવારના રોજ મુખ્ય ચૂંટણી પંચ અધિકારી સુનીલ અરોડા સાથે મુલાકાત કરવા પહોંચ્યું હતું. કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે કહ્યું કે, પરિસ્થિતી એવી છે તે, સીબીડીટીના અમુક લોકો શુક્રવારથી રવિવાર સુધી અમારા સભ્યોના ઘરમાં બેસી રહ્યા છે. કોઈ વોરંટ નહીં, કોઈ કાગળ નહીં. આ શું છે ? અમે જાણીએ છીએ કે, તેઓ ઈડી અને અન્ય એજન્સીઓનો દુરઉપયોગ કરી રહ્યા છે. આ લોકતંત્ર પર પ્રહાર નથી તો શું છે ?

congress meet election commission

By

Published : Oct 16, 2019, 1:57 PM IST

Updated : Oct 16, 2019, 2:20 PM IST

પાર્ટી નેતા આનંદ શર્માએ કહ્યું કે, તેમની પાસે (ચૂંટણી પંચ) પાસે સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવાનો સંવૈધાનિક અધિકાર છે.

કોંગ્રેસ પ્રવક્તા મનીષ તિવારીએ જણાવ્યું કે, અમે ચૂંટણી પંચને કહ્યું છે કે, સીબીડીટીને બોલાવી આ અંગે સ્પષ્ટીકરણ માંગવામાં આવે.

આ પ્રતિનિધિમંડળમાં સિબ્બલ, શર્મા, તિવારી સાથે અહેમદ પટે તથા પ્રણવ ઝા પણ સામેલ હતાં. તેમણે આરોપ લગાવ્યો હતો કે, આવક વિભાગ ભાજપ વિભાગ તરીકે કામ કરી રહ્યું છે.

કોંગ્રેસે વધુમાં હરિયાણામાં કૈથલમાં ભાજપ ઉમેદવાર દ્વારા કથિત રીતે ગુંડાગીરી કરવાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. આ સીટ પર કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલા ચૂંટણી લડી રહ્યા છે.

Last Updated : Oct 16, 2019, 2:20 PM IST

ABOUT THE AUTHOR

...view details