ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાજ નિવાસ ખાતે વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના પ્રદેશ પ્રમુખની અટકાયત - Congress workers demonstrate in Delhi

લોકતંત્ર બચાવો સંવિધાન બચાવો અભિયાન અંતર્ગત દિલ્હી પ્રદેશ કોંગ્રેસ કમિટીએ રાજ નિવાસ ખાતે પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શનને રોકવા દિલ્હી પોલીસે કોંગ્રેસ અધ્યક્ષ ચૌધરી અનિલ કુમાર સહિતના કાર્યકરોની અટકાયત કરી હતી.

રાજસ્થાન લોકતંત્રને લઇ વિરોધ, પ્રદેશ પ્રમુખની કરાઇ અટકાયત
રાજસ્થાન લોકતંત્રને લઇ વિરોધ, પ્રદેશ પ્રમુખની કરાઇ અટકાયત

By

Published : Jul 27, 2020, 5:20 PM IST

નવી દિલ્હી: લોકતંત્ર બચાવો સંવિધાન બચાવો અભિયાન અંતર્ગત સોમવારના રોજ દિલ્હી પ્રદેેેશ કોંગ્રેસ કમિટીએ રાજ નિવાસ ખાતે પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શન કરનારા કોંગ્રેસ અધ્યક્ષ ચૌધરી અનિલકુમાર સાહિત્યના કાર્યકર્તાઓને દિલ્હી પોલીસ દ્વારા ડીટેન કરવામાં આવ્યા હતા અને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.

રાજ નિવાસ ખાતે દિલ્હી કોંગ્રેસના પ્રદર્શનને જોઈને મોટી સંખ્યામાં દિલ્હી પોલીસના જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતા કોંગ્રેસ કાર્યકર્તાઓ પ્રદર્શન માટે પહોંચતા જ દિલ્હી પોલીસ દ્વારા તેની અટકાયત કરવામાં આવી હતી.

રાજ નિવાસ ખાતે પ્રદર્શન કરવા માટે પહોંચેલા દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ ચૌધરી અનિલ કુમારની દિલ્હી પોલીસે અટકાયત કરી અને તેને અને તેમના સથીઓને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. પોલીસ સાથે ઝપાઝપી કરતા કેટલાક કોંગ્રેસ કાર્યકર્તાઓને ઈજા પણ થઇ હતી.

વિરોધ દરમિયાન ચૌધરી અનીલ કુમારે કહ્યું રાજસ્થાનમાં લોકતંત્રની હત્યા થઇ રહી છે અને તેના વિરોધમાં અમે રાજ નિવાસ ખાતે પ્રદર્શન માટે પહોંચ્યા છીએ પરંતુ અમિત શાહની પોલીસ દ્વારા અમરા અવાજને દબાવવામાં આવી રહ્યો છે. આંદોલન કરવું એ બધાનો અધિકાર છે પરંતુ દિલ્હી પોલીસ દ્વારા અમારી અટકાયત કરવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details