જણાવી દઈએ કે, કોંગ્રેસે વિતેલા થોડાક દિવસોમાં નરેન્દ્ર મોદી સરકાર પર અર્થવ્યવસ્થા પર આવેલા સંકટને દૂર કરવાને બદલે રાજનીતિક વિરોધીઓ વિરુદ્ધ સરકારી એજન્સીઓને દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ પ્રવક્તા આનંદ શર્માએ કહ્યું હતું કે, શું હવે દેશમાં ભાજપ માટે અલગ નિઝામ અને વિપક્ષ માટે બીજો નિઝામ હશે ?
આર્થિક પરિસ્થિતિ પર કોંગ્રેસ કરશે દેશભરમાં વિરોધ, 35 પ્રેસ કોન્ફરન્સનું આયોજન - વિરોધ પ્રદર્શન
નવી દિલ્હી: દેશની આર્થિક પરિસ્થિતિને ધ્યાને રાખી કોંગ્રેસ પાર્ટી 1થી 8 નવેમ્બર દરમિયાન 35 પ્રેસ કોન્ફરન્સ કરશે. આ સાથે જ પાર્ટી આ મુદ્દા પર પાંચથી 15 નવેમ્બર સુધી વિરોધ પ્રદર્શન કરશે.
તેમણે પત્રકારને જણાવ્યું હતું કે, ભારતમાં અર્થવ્યવસ્થાની સ્થિતિ ઘણી ખરાબ છે અને તે રાષ્ટ્રીય ચિંતાનો વિષય છે. રોકાણ અટકી ગયું છે. લોકોની નોકરીઓ જઈ રહી છે અને મૂડી નથી. શર્માએ દાવો કર્યો હતો કે, જો સરકાર પાસે અર્થવ્યવસ્થાને ઠીક કરવા માટે કોઈ વિચાર અને નીતિ નથી, તો આગામી દિવસોમાં દેશમાં વધારે તકલીફ ભર્યા દિવસો આવશે.
શર્માએ વધુમાં કહ્યું હતું કે, સરકારે આ નાણાકીય વર્ષમાં લગભગ 24 લાખ કરોડ રુપિયાની રેવન્યુનો લક્ષ્યાંક રાખ્યો હતો. પહેલા પાંચ મહિનામાં સરકાર પોતાના લક્ષ્યથી ઘણી દૂર જતી જોવા મળી છે.