કોંગ્રેસ નેતાએ કહ્યું કે, RCEP 16 દેશોની વચ્ચે સહમતી છે. તેમણે કહ્યું કે, જેને ચીન આયાત કરી અને ઉદારવાદી બનશે.
PM મોદીની નીતિથી ભારતને વધુ એક ઝટકો લાગશે: જયરામ રમેશ
નવી દિલ્હી: કોંગ્રેસના દિગ્ગજ નેતા જયરામ રમેશે કહ્યું કે, વડાપ્રધાન મોદીની બેન્કોક યાત્રાથી ભારતની અર્થવ્યવસ્થાને મોટો ફટકો લાગવાનો છે. તેમણે કહ્યું કે, આગામી મહિને PM મોદીએ પ્રાદેશિક વ્યાપક આર્થિક ભાગીદારી (RCEP)ના પ્રતિ ભારતની સહમતી આપશે. ડિમોનેટાઈજેશન અને GST બાદ ભારત માટે એક મોટા ફટકો લાગવાનો છે.
jai
જયરામ રમેશે કહ્યું કે, વુહાન અને મહાબલ્લીપુરમમાં મોદી અને શી જિનપિંગની વચ્ચે શું વાતચીત થઈ અમને નથી ખબર, પરંતુ આપણે જોઈ શકીએ છીએ કે, ચીનથી આયાત ઉદારવાદી થવાની છે. મેડ ઈન ઇન્ડિયાનો ઉલ્લેખ નથી. જેથી મેડ ઈન ચાઈનાને પ્રોત્સાહન મળશે.