નવી દિલ્હીઃ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની અધ્યક્ષતામાં કોંગ્રેસના સલાહકાર જૂથની બેઠક મળી હતી. આ દરમિયાન પક્ષે કહ્યું હતું કે તેઓ આગામી સમયમાં કેન્દ્રને નાના અને મધ્યમ ઉદ્યોગો (એમએસએમઇ), સ્થળાંતર કરતા મજૂરો અને ખેડૂતોને કૃષિ પેદાશોની ખરીદીમાં રાહત આપવા ભલામણ કરશે.
MSME, ખેડૂતો અને મજૂરોને રાહત આપવા માટે કેન્દ્રને ભલામણ કરશે કોંગ્રેસ
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની અધ્યક્ષતામાં કોંગ્રેસના સલાહકાર જૂથની બેઠક મળી હતી. આ દરમિયાન પક્ષે કહ્યું હતું કે તેઓ આગામી સમયમાં કેન્દ્રને નાના અને મધ્યમ ઉદ્યોગો (એમએસએમઇ), સ્થળાંતર કરતા મજૂરો અને ખેડૂતોને કૃષિ પેદાશોની ખરીદીમાં રાહત આપવા ભલામણ કરશે.
કોંગ્રેસ પક્ષ ટૂંક સમયમાં MSME, ખેડૂતો અને મજૂરોને રાહત આપવા માટે કેન્દ્રને ભલામણ કરશે
બેઠક બાદ કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા જયરામ રમેશે કહ્યું કે સરકારે જન ધન, કિસાન સન્માન અને પેન્શન યોજનાઓ સંબંધિત તમામ ખાતામાં 7,500 રૂપિયા જમા કરવા જોઇએ.
તેમણે વીડિયો દ્વારા જણાવ્યું હતું કે, સરકારે અત્યાર સુધી જે પગલાં લીધા તે પૂરતા નથી. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ સરકારને સુચનો આપશે. કોંગ્રેસના નેતા જયરામ રમેશના જણાવ્યા મુજબ એમએસએમઇ, મજૂરો અને ખેડૂતોને રાહત આપવા માટે પાર્ટી આગામી એક કે બે દિવસમાં કેન્દ્ર સરકારને ભલામણ કરશે.