ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોંગ્રેસે CDSનું કર્યુ સમર્થન

નવી દિલ્હીઃકોંગ્રેસે ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ રાવતના સંદર્ભમાં પોતાના વરિષ્ઠ નેતા અધીર રંજન ચૌધરી અને મનીષ તીવારીના નિવેદનથી અડગા રહી કહ્યું હતું કે, "તે દેશની સુરક્ષાને મજબૂત કરવા અંગે સરકારે લીધેલા નિર્ણયનો વિરોધ કરશે નહીં."

CDS
CDS

By

Published : Jan 1, 2020, 11:23 PM IST

Updated : Jan 2, 2020, 3:17 AM IST

કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા સુષ્મિતા દેવે જણાવ્યું હતું કે, "CDSના આધારે રાખીને રાવતના કામને ધ્યાનમાં લેવા જોઈએ. આ સિવાય કંઈક પણ કહેવું યોગ્ય નથી."

આગળ વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, "CDSનો નિર્ણય ભારત સરકારનો છે. અમે આશા કરીએ છીએ કે, તેઓ પોતાના કર્તવ્યનું પાલન કરશે. ભારત સરકાર દેશની સુરક્ષાને મજબૂત કરવા માટે જે પણ નિર્ણય લેશે તેનો કોંગ્રેસ દ્વારા કોઈ વિરોધ કરવામાં આવશે નહીં."

કોંગ્રેસે CDSનું કર્યુ સમર્થન

પાર્ટી પ્રવક્તા મનીષ તીવારીએ કહ્યું હતું કે,"હું જવાબદારી સાથે કહેવા માગુ છું કે, CDSના સંદર્ભે સરકાર દ્વારા લેવાયેલો પહેલો નિર્ણય ખરેખર ખોટો હતો. જેની પરીણામ સમય આવે જોવા મળશે."

ઉલ્લેખનીય છે કે,"સેના પ્રમુખના પદ પરથી મંગળવારે સેવાનિવૃત્તિ લીધા બાદ જનરલ રાવતે નવગઠિત CDSનો કાર્યભાર સંભાળ્યો છે. જેની નિયુક્તિનો આદેશ સોમવારે જાહેર કરવામાં આવશે."

Last Updated : Jan 2, 2020, 3:17 AM IST

ABOUT THE AUTHOR

...view details