આ આગાઉ શુક્રવારના રોજ સરકાર ગઠન પર ચર્ચા કરવા માટે બેઠકો ચાલું હતી. કોંગ્રેસ,એનસીપી અને શિવસેના ચીફ ઉદ્ધવ ઠાકરેની ધારાસભ્ય સાથે ચર્ચા થઇ હતી.
કોંગ્રેસ-NCPની પ્રેસ કોન્ફરન્સ: તમામ મુદ્દાઓ પર સકારાત્મક ચર્ચા - બેઠકમાં તમામ મુદ્દાઓ પર સકારાત્મક ચર્ચા
મુંબઇ: મુંબઇના નેહરૂ સેન્ટરમાં શિવસેના, કોંગ્રેસ અને એનસીપી વચ્ચે બેઠક થઇ હતી. બેઠક બાદ કોંગ્રેસ નેતા પૃથ્વીરાજ ચૌહાણે કહ્યું કે, કોંગ્રેસ, એનસીપી અને શિવસેનાની બેઠકમાં તમામ મુદ્દાઓ પર સકારાત્મક ચર્ચા થઇ હતી. બેઠક બાદ કોંગ્રેસના નેતા અહમદ પટેલે કહ્યું હતું કે, ત્રણેય પાર્ટીઓની આજે બેઠકમાં કોઇ નિર્ણય નથી લેવાયો. કાલે પણ ચર્ચા થઇ શકે છે.

કોંગ્રેસ,એનસીપી,,શિવસેના બેઠકમાં તમામ મુદ્દાઓ પર સકારાત્મક ચર્ચા :ચૌહાણ
કોંગ્રેસ-NCPની પ્રેસ કોન્ફરન્સ: તમામ મુદ્દાઓ પર સકારાત્મક ચર્ચા
મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઇ તસ્વીર સાફ થઇ ગઇ છે .કોંગ્રેસ,એનસીપી અને શિવસેનાની સંયુક્ત બેઠક બાદ શરદ પવારે કહ્યું હતું કે, શનિવારે એક પત્રકાર પરિષદ કરવામાં આવશે. તેમણે કહ્યું કે,સરકાર ગઠન માટે રાજ્યપાલ સાથે મુલાકાત કરવાનો નિર્ણય લેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, શરદ પવારે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન તરીકે ઉદ્ધવ ઠાકરેના નામની જાહેરાત કરી હતી.