ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મહારાષ્ટ્ર ચૂંટણી: કોંગ્રેસ-NCPનો સંયુક્ત ચૂંટણી ઢંઢેરો જાહેર, જાણો ક્યા મુદ્દા પર ભાર મુક્યો

મુંબઈ: મહારાષ્ટ્રમાં આગામી 21 ઓક્ટોબરના રોજ વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે. આપને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેનાની માફક કોંગ્રેસ અને એનસીપી પણ ગઠબંધન કરી ચૂંટણી મેદાનમાં ઉતરવાની તૈયારી કરી લીધી છે. આ જ ક્રમમાં ગતરોજ એનસીપી અને કોંગ્રેસ સંયુક્ત પણે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. આ ચૂંટણી ઢંઢેરાની ખાસ વાત કઈ છે તે આવો જાણીએ....

congress ncp menifesto release

By

Published : Oct 8, 2019, 2:35 PM IST

મહારાષ્ટ્રમાં દરેક જિલ્લામાં સરકારી એન્જીનિયરીંગ કૉલેજ તથા મેડીકલ કૉલેજ બનાવવી તથા રાજ્યમાં ખાલી પડેલી શિક્ષકોની જગ્યાઓએ ભરવાની વાત પર ભાર મુક્યો છે. પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને વિદેશ જવા માટે સ્કોલરશીપ આપવાની પણ જાહેરાત કરી છે.

બેરોજગારને માસિક 5 હજારનું ભથ્થુ
આ ચૂંટણી ઢંઢેરામાં બેરોજગાર યુવાનોને માસિક 5 હજારનું ભથ્થુ આપવાની પણ વાત કહી છે.

વિદ્યાર્થીઓ માટે મફત શિક્ષણની જાહેરાત
ડોનેશન સ્કૂલ અને કોલેજમાં કેજીથી લઈ પીજી સુધી મફત શિક્ષણ આપવાની વાત કહી છે. ઉપરાંત ઉચ્ચ શિક્ષણ માટે ઝીરો ટકાએ લૉન આપવાની વાત.

ન્યૂનતમ વેતન 21 હજારનો વાયદો

રાજ્યના પ્રત્યેક નાગરિકને સ્વાસ્થ્ય વીમો

500 સ્કેવર ફૂટના ઘરને ટેક્સ ફ્રી કરવા

સ્થાપિત થતાં નવા ઉદ્યોગોમાં ખેડૂતોના દિકરાઓને 80 ટકા નોકરી આપવાનો કાયદા લાવશે.

ABOUT THE AUTHOR

...view details