નાયબ મુખ્ય પ્રધાન જી પરમેશ્વરના નિવાસ સ્થાને કોંગ્રેસના પ્રધાનોની બેઠકોમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા સિદ્ધરમૈયા અને કોંગ્રેસ મહાસચિવના સી વેણુગોપાલે પણ ભાગ લીધો હતો.
આ બેઠક બાદ મુખ્યપ્રધાન એચ.ડી કુમારસ્વામીએ કોંગ્રેસ નેતાઓ સાથે વાતચીત કરી હતી.
આ બેઠક બાદ વેણુગોપાલે સંવાદાતાઓને કહ્યું કે, પાર્ટીના વ્યાપક હિતમાં રવિવારે અને સોમવારે અમે વરિષ્ઠ નેતાઓ અને પ્રધાનો સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. સોમવારે સવારે અમે પ્રધાનો સાથે બેઠક કરી હતી અને જ્યાં સુધી કોંગ્રેસ પ્રધાનની વાત છે તો, વર્તમાન સ્થિતિમાં તેમણે સ્વેચ્છાએથી પ્રધાન પદેથી રાજીનામું આપ્યું હતું.
વેણુગોપાલે કહ્યું કે, 'તેમણે વર્તમાન પરિદ્રશ્યમાં આ મુદ્દાઓના સમાધાન માટે મંત્રીમંડળમાં ફેરબદલી પર જરૂરી નિર્ણય કરવાનો જવાબદારી કોંગ્રેસ પાર્ટી પર છોડ્યો હતો. હું પ્રધાનોનો ખૂબ જ ધન્યાવદ માનું છું.'
સિદ્ધરમૈયાએ પણ કહ્યું કે, બધા જ કોંગ્રેસ પ્રધાને સ્વેચ્છાએ રાજીનામું આપ્યું હતું અને પાર્ટીના મંત્રીમંડળમાં ફેરબદલી કરવા પર પૂરી આઝાદી પણ આપી હતી.