જયપુરઃ મધ્ય પ્રદેશમાં રાજકીય ઉહાપોહ બાદ તમામ કોંગ્રેસના ધારાસભ્યોને જયપુરના બ્યૂના વિસ્તા રિસોર્ટ અને ટ્રી હાઉસ રિસોર્ટમાં રાખવામાં આવ્યાં છે. તમામ ધારાસભ્યોને લગ્ઝરી મહેમાન નવાજી આપવામાં આવી રહી છે. ગુરૂવારે તમામ ધારાસભ્યોએ દાલબાટી ચૂરમાનો આનંદ લીધો હતો.
જયપુરમાં રહેલા MP કોંગ્રેસના MLA રાજકીય થાક દૂર કરવા ધાર્મિક યાત્રાએ - કોંગ્રેસના ધારાસભ્યોની ધાર્મિક યાત્રા
મધ્ય પ્રદેશમાં રાજકીય સંકટ વચ્ચે જયપુરમાં રાખવામાં આવેલા મધ્ય પ્રદેશના કોંગી ધારાસભ્યો શુક્રવારે ધાર્મિક યાત્રા પર નિકળ્યા છે. જયપુરના રિસોર્ટમાંથી એક બસમાં સવાર થઇને તમામ ધારાસભ્ય પ્રવાસે નિકળ્યા છે. તમામનો ખાટૂ શ્યામજી અને સાલાસર ધામ જવાનો કાર્યક્રમ જાણવા મળ્યો છે.
મોડી રાત્રિએ ધારાસભ્યોનો રાજકીય થાક દૂર કરવા માટે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોક કલાકારોએ રાજસ્થાની સંસ્કૃતિની ઝાંખી બતાવી હતી. સાંસ્કૃતિક નૃત્ય જોઈને કોંગ્રેસ ધારાસભ્યો ખુદને રોકી શક્યા નહોતા અને નૃત્ય કરવા લાગ્યા હતા, ત્યારબાદ શુક્રવારે સવારે તમામ ધારાસભ્યો ખાટૂ શ્યામજી અને સાલાસર બાલાજી ધામની યાત્રા પર નિકળ્યા છે.
બ્યૂના વિસ્તા રિસોર્ટની એક બસમાં સવાર થઇને તમામ ધારાસભ્યો નિકળ્યા છે. બીજી બાજૂ ટ્રી હાઉસ રિસોર્ટમાંથી પણ તમામ ધારાસભ્યો એક બસમાં સવાર થઇને નિકળ્યા છે. આગળ જઇને બન્ને બસ એક સાથે ખાટૂ શ્યામજીના દર્શન કરવા માટે જશે, ત્યારબાદ તમામ ધારાસભ્યો એક સાથે સાલાસર બાલાજીના દર્શન કરવા પહોંચશે.