ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મહગામાના કોંગ્રેસના ધારાસભ્ય દીપિકા પાંડે સિંહનો રિપોર્ટ કોરોના પોઝિટિવ - ઝારખંડનામાં કોરોનાના કેસ

દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે દેશમાં સામાન્ય જનતાથી લઇ બોલીવૂટ સ્ટાર્સ અને રાજકરણો પણ તેનાથી સંક્રમિત થયા છે. ઝારખંડના કોંગ્રેસના મહગામાના ધારાસભ્ય દીપિકા પાંડે સિંહનો કોવિડ -19 રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેની જાણકારી તેમણે સોશિયલ મીડિયા પર આપી હતી. તેમણે અપીલ કરી છે કે તેમના સંપર્કમાં આવનાર લોકો પણ પોતાનો કોરોના ટેસ્ટ કરાવે.

દીપિકા પાંડે સિંહ
દીપિકા પાંડે સિંહ

By

Published : Aug 12, 2020, 5:00 PM IST

રાંચી (ઝારખંડ): કોંગ્રેસના મહગામાના ધારાસભ્ય દીપિકા પાંડે સિંહનો કોવિડ -19 રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે બાદ ડોક્ટરે તેમને હોમ આઇસોલેશનમાં રાખવાનો નિર્ણય લીધો છે. તેમણે બુધવારે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી છે. તેમણે અપીલ કરી છે કે, જે થોડા દિવસો પહેલા તેમના સાથે સંપર્કમાં આવ્યા છે. તેમણે સાવચેતી રાખે અને તેમનું કોવિડ -19નો ટેસ્ટ કરાવે.

ABOUT THE AUTHOR

...view details