રાજસ્થાન: રાજ્યસભામાં રાજકીય ઉથલ-પાથલ વચ્ચે ચોમુ બેઠકના ભાજપ ધારાસભ્ય રામલાલ શર્માએ મોટું નિવેદન આપ્યું છે. રામલાલ શર્માએ કહ્યું કે, મેં તે પહેલાથી જ કીધું હતું કે, મારા હનુમાનજી સાથે પંગો ન લો બાકી સરકાર સંકટમાં આવશે. હવે સરકાર સંકટમાં આવી છે.
રાજસ્થાન BJP નેતા રામલાલ શર્માનું નિવેદન કહ્યું- હનુમાનજી સાથે પંગો લીધો એટલે જ સરકાર સંકટમાં આવી - ભાજપના ધારાસભ્ય રામલાલ શર્મા
રાજ્યસભામાં રાજકીય ઉથલ-પાથલ વચ્ચે ચોમુ બેઠકના ભાજપ ધારાસભ્ય રામલાલ શર્માએ મોટું નિવેદન આપ્યું છે. જાણો શું કહ્યું...
![રાજસ્થાન BJP નેતા રામલાલ શર્માનું નિવેદન કહ્યું- હનુમાનજી સાથે પંગો લીધો એટલે જ સરકાર સંકટમાં આવી bjp-mla](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8016757-thumbnail-3x2-hqweui.jpg)
શર્માએ કહ્યું કે, પ્રદેશ સરકારે સામોદ બાલાજી મંદિરનો રોપ-વે બંધ કર્યો હતો. જેના વિરુદ્ધ મેં વિધાનસભામાં સરકારને કહ્યું હતું કે, બાલાજી સાથે પંગો લેશો તો સરકાર સંકટમાં આવશે. રામલાલ શર્માએ કહ્યું કે, લૉકડાઉન દરમિયાન સરકારે દારુની દુકાનો મોલ પણ ખોલી નાંખ્યા હતા, પરંતુ મંદિરને ખોલવામાં કોઈ રસ દાખવ્યો નહીં.
શર્માએ કહ્યું કે, કલિયુગમાં રામભક્ત હનુમાનની શક્તિને પડકારવી જોઈએ નહીં. રાજ્ય સરકાર સમજી નહીં, હવે રામલાલ શર્માએ ફરી એકવખત બંધ મંદિરો ખોલવાની વિનંતી કરી છે. જેના માટે ગાઈડ લાઈન જાહેર કરી છે કારણ કે, તેનાથી કોરોનાનું પાલન થાય તેમજ મંદિર દર્શન માટે ખુલી શકે.