બીજી યાદીમાં ભૂતપૂર્વ મુખ્યપ્રધાન પૃથ્વીરાજ ચૌહાણનું નામ સામેલ છે. જેને કરાડ દક્ષિણ બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે. તે સાથે જ ચૌહાણના સતારા લોકસભા બેઠકની પેટાચૂંટણીમાં ઉમેદવાર બનવા પર પૂર્ણ વિરામ મુકાઇ ગયુ છે. તે પહેલા પક્ષે રવિવારે 51 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી, જેમાં ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અશોક ચૌહાણનું નામ પણ સામેલ છે. તે ભોકર બેઠક પરથી ચૂંટણી લડશે.
મહારાષ્ટ્રમાં કોંગ્રેસે બીજી યાદી કરી જાહેર, કરાડ દક્ષિણથી પૃથ્વીરાજ ચૌહાણ મેદાને - કોંગ્રેસે બીજી યાદી જાહેર કરી
નવી દિલ્હી: કોંગ્રેસે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઇને ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. જેમા કુલ 52 નામ સામેલ છે.
મહારાષ્ટ્રમાં કોંગ્રેસે બીજી યાદી કરી જાહેર, કરાડ દક્ષિણથી પૃથ્વીરાજ ચૌહાણ મેદાને
કોંગ્રેસ ઉમેદવારની બીજી યાદી મુજબ લાતૂર ગ્રામીણથી ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિલાસરાવ દેશમુખના પુત્ર ધીરજ દેશમુખ અને સાંગલીથી ટોંચના નેતા પૃથ્વીરાજ પાટિલને ટિકિટ આપી છે. જણાવી દઇએ કે પક્ષે અત્યાર સુધીમાં 103 ઉમેદવારની યાદી જાહેર કરી છે. રાજ્યમાં 21 ઓક્ટોબરે વિધાનસભા ચૂંટણી માટે મતદાન થશે. જેનુ પરિણામ 24 ઓક્ટોબરના રોજ જાહેર થશે.
Last Updated : Oct 2, 2019, 2:01 AM IST