જયપુરઃ રાજસ્થાન સરકાર અને રાજભવન વચ્ચે વિધાનસભા સત્ર 14 ઓગસ્ટે બોલાવવા અંગે સહમતિ થઈ ચુકી છે. રાજભવને પણ 14 ઓગસ્ટે વિધાનસભા સત્ર બોલાવવા વોરન્ટ જાહેર કરી દીધું છે.
વિધાનસભા સત્રની મંજૂરી બાદ CM ગેહલોતે બોલાવી બેઠક, નક્કી કરશે રણનીતિ - કોંગ્રેસ બેઠક ન્યૂઝ
રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકિય ધમાસાણ વચ્ચે રાજભવને ગેહલોત સરકારને વિધાનસભા સત્ર બોલાવવાની અનુમતિ આપી દીધી છે. જેને લઈ આજે ધારાસભ્યો સાથે કોંગ્રેસ પાર્ટી નવી રણનીતિ અંગે ચર્ચા કરવા બેઠક કરશે. કોંગ્રેસે 11 વાગ્યે હોટલ ફેયરમાઉન્ટમાં ધારાસભ્યોની બેઠક બોલાવી છે.
આવી સ્થિતિમાં સરકારે તેની પહેલી પરીક્ષા પાસ કરી છે, પરંતુ સરકારની મુખ્ય પરીક્ષા બાકી છે અને તે રીતે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ વિના સરકાર બહુમતીમાં છે. તેવું કેવી રીતે સાબિત કરવું. તો આ સાથે જ હવે બીજી કસોટી સરકાર સામે છે કે 14 ઓગસ્ટને હજી 15 દિવસ બાકી છે. આવી સ્થિતિમાં સરકારે ધારાસભ્યો વિશે શું કરવું જોઈએ તે પણ મુશ્કેલીનો વિષય છે. કારણ કે તમામ ધારાસભ્યો 13 જુલાઇથી હોટલમાં છે અને તેમને 14 ઓગસ્ટ સુધી હોટલમાં રાખવા એ એક પડકાર છે.
આ તમામ બાબતો જોયા બાદ કોંગ્રેસ પાર્ટી ગુરુવારે ધારાસભ્યો સાથે મળીને નવી રણનીતિ બનાવશે. આ માટે સવારે 11 વાગ્યે હોટલ ફેરમાઉન્ટમાં ધારાસભ્ય પક્ષની બેઠક બોલાવવામાં આવી છે. જેની અધ્યક્ષતા મુખ્યમંત્રી અશોક ગેહલોત કરશે અને ધારાસભ્યો સાથે ચર્ચા કર્યા બાદ તેઓ આગળની રણનીતિ ઘડશે.