રાજ્યમાં પોતાનો રાજકીય બળ સાચવી રાખવું કોગ્રેસ માટે એક પડકાર છે. કોંગ્રેસ પાર્ટી 2004થી હરિયાણામાં જૂથવાદથી પીડાઈ રહી છે.
હરિયાણામાં કોંગ્રેસના અનેક મોટા નેતા ભાજપમાં જોડાય તેવી શક્યતા - ભાજપમાં જોડાવાની ઉતાવળ
નવી દિલ્હી: હરિયાણામાં અમુક વરિષ્ઠ કોંગ્રેસી નેતાઓ ભાજપમાં જોડાવા ઉત્સુક હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. આ અંગે નેતાઓ ભાજપના સંપર્કમાં હોવાનું પણ જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, ચાર વરિષ્ઠ કોંગ્રેસી નેતાઓ ભાજપમાં જોડાવાની ઉતાવળ કરી રહ્યા છે. આ અંગેની ભાજપના મોવડી મંડળ પણ સંપર્કમાં છે. પાર્ટી બદલુંની હાલમાં અંતિમ સ્વરુપ આપવામાં આવ્યુ નથી, જેની ઔપચારિક જાહેરાત થોડા દિવસોમાં જ થઈ જશે. જો કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ ભાજપમાં જોડાઈ જશે, તો કોંગ્રેસ માટે આ ચૂંટણી લોઢાના ચણા ચાવવા બરાબર સાબિત થશે.
મુખ્યપ્રધાનનું પદ ન મળતા ભજનલાલે 2004માં કોંગ્રેસનો સાથે છોડી અલગ પાર્ટી બનાવી લીધી હતી. ત્યાર બાદ ભૂપેન્દ્રસિંહ હુડ્ડા અને વિરેન્દ્ર સિંહ વચ્ચે તણાવ પેદા થઈ હતો. બાદમાં વિરેન્દ્ર સિંહ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઈ ગયા હતા. વિતેલા પાંચ વર્ષની વાત કરીએ તો પાર્ટી પ્રમુખ અશોક તંવર અને હુડ્ડા વચ્ચે ઘણી વાર સાર્વજનિક જગ્યાએ ડખો થયો છે.
હાલમાં કોંગ્રેસે વચગાળાના અધ્યક્ષ અશોક તંવરને હટાવી કુમારી શૈલજાને રાજ્યની કમાન હાથમાં આપી છે. સાથે સાથે ધારાસભ્યોના નેતા કિરણ ચૌધરીને પણ હટાવી દીધા છે. હુડ્ડાને કોંગ્રેસને ધારાસભ્યોના નેતા ચૂંટવામાં આવ્યા છે. આ ઘટનાક્રમ પહેલા હુડ્ડાએ પાર્ટી છોડવાની ધમકી પણ આપી હતી. જેની તાકાત બતાવવા માટે 18 ઓગસ્ટના રોજ વિશાળ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યુ હતું.