તિરૂવનંતપુરમ/કેરળ: કોંગ્રેસ નેતા શશિ થરૂરે શુક્રવારે કહ્યું હતું કે, "પુલવામા આતંકી હુમલાને એક વર્ષ થઈ ગયું છે. તેમ છતા હુમલાને અંજામ અપનાર આરોપીના કોઈ ઠેકાણા નથી. ખરેખર આરોપી ન પકડાવવા એ શહીદોનું અપમાન છે."
પુલવામા હુમલાના આરોપી સામે તપાસ ન થવી એ શહીદોનું અપમાન: શશિ થરૂર
પુલવામા હુમલાને ગત રોજ એક વર્ષ થયું છે, ત્યારે સૌ કોઈ રાજકીય નેતા શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યાં છે. કોંગ્રેસ નેતા શશિ થરૂરે આતંકી હુમલા અંગે નિવેદન આપ્યું હતું કે, એક વર્ષ વિતી ગયુ છતાં પણ આતંકીને હુમલાને અંજામ આપનારની કોઈ ખાસ તપાસ થઈ નથી અને આ ખરેખર શહીદોનું અપમાન છે.
pulwama attack
કોંગ્રેસ સાંસદે મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે, નિયમિત થતાં હુમલાઓમાં સૈનિકોનું સુરક્ષિત રહેવું મુશ્કેલ છે, પરંતુ તેમને પૂરતી સુરક્ષા આપવી એ કેન્દ્ર સરકારની જવાબદારી છે.
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે 14 ફેબ્રુઆરીએ પુલવામા હુમલામાં 40 જવાન શહીદ થયા હતાં. જેમને શ્રદ્ધાંજલિ આપતાં પૂર્વ કેન્દ્રીય પ્રધાને કહ્યું હતું કે, "અમે તેમના પ્રતિ શોક વ્યક્ત કરીએ છીએ. જવાનોના બલિદાનને નમન કરીએ છીએ."