ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોંગ્રેસ નેતા શમશેર સુરજેવાલાનું નિધન - Congress leader

ચંડીગઢ : કોંગ્રેસના વરિષ્ઠ નેતા શમશેર સિંહ સુરજેવાલાએ દિલ્હી એમ્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. શમશેર સિંહ પાંચ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. હરિયાણા કૃષક સમાજના અધ્યક્ષ પણ રહ્યા અને તેમણે ખેડૂતના અધિકારો માટે લડાઈ લડી હતી.

etv bharat
etv bharat

By

Published : Jan 20, 2020, 2:33 PM IST

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સુરજેવાલાના પિતા શમસેર સિંહ સુરજેવાલા લાંબા સમયથી બિમાર હતા. છેલ્લા કેટલાક દિવસથી શમશેર સિંહ સુરજેવાલા દિલ્હીના એમ્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.

તેઓ 87 વર્ષના હતા. પાર્ટીના નેતા રણદીપ સુરજેવાલાના પિતા શમશેર સિંહે દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. શમસેર સિંહ 5 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને એક વખત રાજ્યસભા સભ્ય તરીકે પણ ચૂંટાયા હતા. હરિયાણા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ પ્રધાન પણ રહ્યા હતા.

હરિયાણા કૃષક સમાજના અધ્યક્ષ હતા અને તેમણે ખેડૂતોના અધિકારો માટે લડાઈ લડી હતી. શમશેર સિંહ સુરજેવાલના અંતિમ સંસ્કાર હરિયાણાના નરવાનામાં કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details