ગુજરાત

gujarat

પ્રિયંકા ગાંધીને એક મહિનામાં સરકારી બંગલો ખાલી કરવાનો આદેશ

By

Published : Jul 1, 2020, 8:03 PM IST

Updated : Jul 1, 2020, 10:04 PM IST

કોંગ્રેસ નેતા પ્રિયંકાને એક મહિનામાં સરકારી બંગલો ખાલી કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. 1 ઓગષ્ટ પહેલા પ્રિયંકાને આ બંગલો ખાલી કરવા માટે શહેરી વિકાસ નિગમ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે.

Priyanka Gandhi Vadra
Priyanka Gandhi Vadra

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીને શહેરી વિકાસ નિગમ દ્વારા એક મહિનાની અંદર સરકારી બંગલો ખાલી કરવાનો આદેશ આપ્યો છે. સરકારે પ્રિયંકાને 35-લોધી એસ્ટેટ બંગલો 1 ઓગષ્ટ પહેલા ખાલી કરવા જણાવ્યું છે.

23 વર્ષ પહેલા 21 ફેબ્રુઆરી, 1997ના રોજ પ્રિયંકા ગાંધીને લોધી એસ્ટેટમાં 35 નંબરનો સરકારી બંગલો ફાળવવામાં આવ્યો હતો. એ સમયે પ્રિયંકાને SPG સુરક્ષા પુરી પાડવામાં આવી હતી. આ આધારે તેમને આ બંગલો ફાળવવામાં આવ્યો હતો.

પ્રિયંકા ગાંધીને બંગલો ખાલી કરાવવાનું કારણ આપતા શહેરી વિકાસ નિગમે જણાવ્યું કે, હાલ પ્રિયંકા ગાંધી પાસે Z+ સુરક્ષા છે. Z+ સુરક્ષા ધરાવતા લોકોને બંગલાની જરૂર નથી. SPG સુરક્ષા હટાવવાને કારણે પ્રિયંકા ગાંધીને સરકારી બંગલો ખાલી કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા ગાંધી હાલ કોરોના સંક્રમણ અને મજૂરો બાબતે યોગી સરકાર પર સવાલો ઉઠાવી રહી છે.

નિયમોના આધારે Z+ સુરક્ષા ધરાવતા લોકોને સરકારી મકાન ફાળવવામાં આવશે નહીં. જો કો, કેબિનેટ કમિટી ઓન અકોમોડેશન ઈચ્છે તો ગૃહ વિભાગની ભલામણના આધારે સરકારી મકાન ફાળવી શકાય છે.

પ્રિયંકા ગાંધી હાલમાં સરકારી બંગલાનો ઉપયોગ કરી રહ્યા છે અને સરકારે તેમની પાસે રકમ વસૂલવાની હોવાથી તેમને નોટીસ ફટકારવામાં આવી છે.

Last Updated : Jul 1, 2020, 10:04 PM IST

ABOUT THE AUTHOR

...view details