ગુજરાત

gujarat

ETV Bharat / bharat

નવજોત કૌરના બચાવમાં આવ્યા પતિ સિદ્ધુ, કહ્યું- મારી પત્ની ક્યારેય ખોટું નથી બોલતી - AMRINDAR SINGH

ચંદીગઢ: નવજોત સિંહ સિદ્ધુએ ગુરૂવારે તેની પત્ની નવજોત કૌર સિદ્ધુના એક નિવેદનને ટેકો આપતા કહ્યું કે, તે ક્યારેય પણ ખોટું બોલતા નથી.

નવજોત કૌરના બચાવમાં આવ્યા પતિ સિદ્ધુ, કહ્યું- મારી પત્ની ક્યારેય ખોટું નથી બોલતી

By

Published : May 17, 2019, 9:55 AM IST

હકીકતમાં, નવજોત કૌર સિદ્ધુુએ પંજાબમાં મુખ્યપ્રધાન અમરિંદર સિંહ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા આશા કુમારી પર અમૃતસરથી લોકસભા ટિકીટ નહીં આપવાનો આરોપ લગાવ્યો હતો.

નવઝોત કૌરના વ્હારે આવ્યા સિદ્ધુ, "મારી પત્ની ક્યારેય ખોટુ બોલતી નથી"

પ્રધાન નવજોત સિંહ સિદ્ધુને જ્યારે તેમની પત્નીના આરોપ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે," મારી પત્ની એટલી મજબૂત છે કે, તે ક્યારેય ખોટું નથી બોલતી, તે જ મારો જવાબ છે.”

જો કે, મુખ્યપ્રધાન અમરિંદર સિંહે આ આરોપને નકારતા કહ્યું કે, તેમને અમૃતસર અથવા બઠિંડા બેઠક પરથી કોંગ્રસની ટિકીટની ઓફર આપવામાં આવી હતી, પરંતુ તેમણે ના પાડી હતી. આ સાથે જ સિંહે કહ્યું કે, ચંદીગઢ લોકસભા બેઠકની ટિકીટ કૌરને ન આપવાના નિર્ણયમાં તેમની કોઇ ભૂમિકા ન હતી.

ABOUT THE AUTHOR

...view details