અધિકારીના જણાવ્યા અનુસાર ગુલાબ નબી શ્રીનગર એરપોર્ટ પર પહોંચશે અને 4 દિવસની યાત્રા દરમિયાન તેઓ શ્રીનગર ,અનંતનાગ અને બારમૂલામાં મજુરો સાથે પણ મુલાકાત કરશે.
કોંગ્રેસ નેતા ગુલાબ નબી આઝાદ આજે જમ્મુ કાશ્મીરના પ્રવાસે - બારામુલા
શ્રીનગર: કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલાબ નબી આઝાદની જમ્મુ-કાશ્મીર માંથી 370 કલમ દુર થયા બાદ આ પ્રથમ યાત્રા છે. આ પહેલા ગુલાબ નબી જમ્મુ-કાશ્મીર જવામાં 3 વખત અસફળ રહ્યા હતા. તેમને એરપોર્ટ પરથી જ પાછા મોકલવામાં આવ્યા હતા.
etv bharat
હાઈકોર્ટે રાજ્યસભામાં વિપક્ષના નેતાઓને રાજ્યમાં પ્રવાસ કરવાની પરવાનગી આપી છે. CJI રંજન ગોગાઈએ સોમવારના રોજ કહ્યુ હતું કે, આઝાદ શ્રીનગર , જમ્મૂ, બારામુલા અને અનંતનાગમાં જવાની પરવાનગી આપી છે.