ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોંગ્રેસ વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહે મજૂર કાયદામાં સુધારા અંગે મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણને લખ્યો પત્ર

કોંગ્રેસ વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહે મજૂર કાયદામાં થયેલા મનસ્વી ફેરફારો અંગે પ્રશ્નો ઉભા કર્યા છે. તેમણે મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણને પત્ર લખી આ ફેરફારો અંગે મજૂર સંગઠનો સાથે ચર્ચા કરવા માગ કરી હતી.

કોંગ્રેસ વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહે મજૂર કાયદામાં સુધારા અંગે મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણને લખ્યો પત્ર
કોંગ્રેસ વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહે મજૂર કાયદામાં સુધારા અંગે મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણને લખ્યો પત્ર

By

Published : May 9, 2020, 11:15 AM IST

મધ્યપ્રદેશ: કોંગ્રેસ વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહે મજૂર કાયદામાં સુધારાને લઈને રાજ્ય સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે આ અંગે મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણને પત્ર લખીને માગ કરી છે કે, આ કાયદા વિશે મજૂર સંગઠનો સાથે ચર્ચા કરવામાં આવે. હાલ આ કાયદામાં જે સુધારા કરવામાં આવ્યા છે તે મજૂર વર્ગને નુકસાનકર્તા છે.

કોંગ્રેસ વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહે મજૂર કાયદામાં સુધારા અંગે મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણને લખ્યો પત્ર

દિગ્વિજયસિંહે આ પત્રમાં લખ્યું છે કે આ કાયદામાં કરવામાં આવેલા સુધારા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના બહાને શ્રમિકોના શોષણ માટેનો નવો રસ્તો ખોલશે. ઉદ્યોગકારોના હિતમાં લેવાયેલા મનસ્વી નિર્ણયો દ્વારા રાજ્યમાં મજૂર વિરોધી કાયદાઓ લાગુ કરવામાં આવી રહ્યા છે. શ્રમિકોના કામના કલાકો 8 થી વધારીને 12 કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, પરંતુ ઉદ્યોગપતિઓ અને કારખાનાના માલિકો આ નિયમોની આડમાં તેમનું શોષણ કરશે, તે આંતરરાષ્ટ્રીય મજૂર કાયદાની વિરુદ્ધ છે. તેમજ અમાનવીય છે, આવા નિર્ણયને પગલે તેમના માનવાધિકારનું ઉલ્લંઘન થશે.

''હું તમારી પાસેથી જાણવા માંગુ છુ કે આવા મજૂર વિરોધી નિર્ણયો લેતા પહેલા તમે ટ્રેડ યુનિયનોના પ્રતિનિધિઓ સાથે કોઈ ચર્ચા કરી હતી, મને આશ્ચર્ય છે કે શું તમે 6 મે 2020 ના રોજ રાજ્યના મોટા ઉદ્યોગકારો સાથે ચર્ચા કરી અને તેમની ઇચ્છા મુજબ નિયમોમાં ફેરફાર કર્યા છે? કોઈ પણ મજૂર સંગઠન સાથે આવા નિર્ણયની ચર્ચા કરવી અને તેમની સંમતિ વિના આ અન્યાયી કાયદો તેમના પર લાગુ કરવામાં આવશે જે યોગ્ય નથી.''

ABOUT THE AUTHOR

...view details