ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વડાપ્રધાન મોદી સ્વચ્છતાના નામે નાટક કરે છેઃ દિગ્વિજય સિંહ - મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન દિગ્વિજય સિંઘ

ધર્મશાળાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તામિલનાડુ દ્વારા દરિયા કિનારે કચરો ઉઠાવ્યાનો વીડિયો સોશીયલ મીડિયા વાયરલ થયો છે. જેના પર મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન દિગ્વિજય સિંઘે ટીપ્પણી કરતા કહ્યું કે, વડાપ્રધાન નાટક કરી રહ્યા છે. તમે બધાએ પણ જોયું હશે કે, વડાપ્રધાન સ્વચ્છતાના નામે કેવી રીતે નાટક કરે છે.

ફાઈલ ફોટો

By

Published : Oct 12, 2019, 10:12 PM IST

દિગ્વિજય સિંહે વધુમાં કહ્યું હતું કે, વડાપ્રધાન કોઈપણ વાતમાં નિર્ણય જલ્દી લઈ લે છે. જે વિષય પર જેટલું વિચારવું જોઈએ તેટલું નથી વિચારતા. જુઓને નોટબંધી કરી દીધી, પરંતુ નોટ છાપ્યા નહી. દિગ્વિજયસિંહે કહ્યું કે, હું કોંગ્રેસના નેતા તરીકે વડાપ્રધાનની ટીકા નથી કરી રહ્યો.

સ્વચ્છતાના નામે વડાપ્રધાન મોદી નાટક કરે છે

એક ખાનગી સમારોહમાં ભાગ લેવા માટે ધર્મશાળા પહોંચેલા દિગ્વિજય સિંહને પત્રકારોએ કલમ-370ને લઈને પ્રશ્ન ક્રર્યો હતો. જેના જવાબમાં તેમણે કહ્યું હતું કે, હું અમિત શાહ પર ભરોસો નથી કરી શકતો, તમે કરતા હશો. રાફેલ પર રક્ષા પ્રધાન દ્વારા ઓમ લખી પૂજા કરવા પર તેમણે કહ્યું કે, મને રાફેલ સામે વાંધો નથી. એક તરફ વડાપ્રધાન કહે છે કે, લોકો મરચા-લીંબુથી પૂજા કરે છે અને બીજી તરફ તેમના જ રક્ષા પ્રધાન રાફેલના પૈડા નીચે લીંબુ રાખે છે. મને લાગે છે કે, આ એક વિરોધાભાસ છે, પરંતુ રાફેલ એક સારું જહાજ છે. UPAએ 126 જહાજો ખરીદવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, તેને ઘટાડીને 36 કેમ કરવામાં આવ્યો અમે વડા પ્રધાનને પૂછીએ, તો તેઓ જવાબ આપતા નથી. નોટબંધી અને તૈયારી વગર દેશમાં GSTનો અમલ દેશમાં આર્થિક મંદીનું કારણ બન્યું છે, જેથી લોકો બેકાર બની રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details