નવી દિલ્હી: લોકસભામાં કોંગ્રેસના સંસદીય પક્ષના નેતા અધિર રંજન ચૌધરીએ ચક્રવાતી તોફાન અમ્ફાનને કારણે ખરાબ અસરગ્રસ્ત પશ્ચિમ બંગાળમાં વધારાની સૈન્ય દળ મોકલવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે માંગ કરી છે.
અધિર રંજનની વડાપ્રધાનને અપીલ, કહ્યું- વાવાઝોડાથી અસરગ્રસ્ત બંગાળને સેનાની મદદ મોકલો - અમ્ફાન વાવાઝોડું
કોંગ્રેસના સાંસદ અધિર રંજન ચૌધરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને અપીલ કરી છે કે, અમ્ફાન અસરગ્રસ્ત બંગાળમાં વધારાના સૈન્ય દળની જરૂર છે.
અધિર રંજનની વડાપ્રધાનને અપીલ
અધિર રંજને પીએમ મોદીને લખેલા પત્રમાં કહ્યું કે, પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકાર અમ્ફાન અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી કરવામાં અસમર્થ રહી છે, જેથી બંગાળમાં વધુ સૈન્યની જરૂર છે.