ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રામવિલાસ પાસવાન અંગે કોંગ્રેસ નેતા અખિલેશસિંહે આપ્યું મોટું નિવેદન

પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને બિહારથી કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અખિલેશસિંહે રાહુલ ગાંધીને કહ્યું કે, કેન્દ્રીય પ્રધાન અને LJPના વરિષ્ઠ નેતા રામવિલાસ પાસવાને તેમને 4 વખત ફોન કર્યા હતા. રામવિલાસ પાસવાન તેમના સંપર્કમાં છે અને તેઓ મહાગઠબંધનમાં આવવા માગે છે.

રામવિલાસ પાસવાન અંગે કોંગ્રેસ નેતા અખિલેશસિંહે મોટું નિવેદન
રામવિલાસ પાસવાન અંગે કોંગ્રેસ નેતા અખિલેશસિંહે મોટું નિવેદન

By

Published : Jul 4, 2020, 7:32 PM IST

પટના: 3 જુલાઈના રોજ બિહાર વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસની બેઠક યોજવામાં આવી હતી. જેમાં બિહાર કોંગ્રેસના પ્રભારી, સહપ્રભારી, બિહાર કોંગ્રેસના અગ્રણી નેતાઓ, કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કરવામાં આવી હતી.

બિહારની ચૂંટણી માટે કોંગ્રેસની રણનીતિ શું હોવી જોઈએ? મહાગઠબંધનમાં કોંગ્રેસ કેટલી સીટ માટે લડે? તેની ચર્ચા થઈ છે. કોંગ્રેસ કેવી તૈયારી કરી રહી છે તેના પર વિચાર કરી રહ્યા છે. બેઠકમાં કહેવામાં આવ્યું છે કે, એક કો-ઓર્ડિનેશન સમિતિની રચના કરવી જોઈએ અને તેમાં મુખ્યપ્રધાન ઉમેદવાર અંગે નિર્ણય લેવો જોઈએ. કોંગ્રેસ તેજસ્વીને મુખ્યપ્રધાન પદના ઉમેદવાર તરીકે સ્વીકારવા તૈયાર નથી.

આ બેઠકમાં પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને બિહારના કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અખિલેશસિંહે રાહુલ ગાંધીને કહ્યું હતું કે, કેન્દ્રીય પ્રધાન અને વરિષ્ઠ એલજેપી નેતા રામવિલાસ પાસવાન તેમને 4 વખત ફોન કર્યો છે. રામવિલાસ તેમના સંપર્કમાં છે અને તેઓ મહાગઠબંધનમાં આવવા માગે છે.

રાહુલ ગાંધીએ અખિલેશ સિંહની વાત સારી રીતે સાંભળી, ધ્યાનથી સાંભળ્યું પણ હજી સુધી તેનો જવાબ આપ્યો નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર અખિલેશસિંહે કહ્યું હતું કે, હું આલાકમાનને મળવા માગુ છું. જેથી આ મુદ્દે વાતચીત આગળ વધી શકે.

એનડીએમાં બરાબર ચાલી રહ્યું નથી. એલજેપી 43 બેઠકો પર ચૂંટણી લડવા માગે છે. પરંતુ ભાજપ જેડીયુ એટલી બેઠકો આપવાના મૂડમાં નથી.

ABOUT THE AUTHOR

...view details