લોકસભામાં થયેલા હોબાળાનું મૂળ કેન્દ્રીય પ્રધાન અને સાંસદ પ્રતાપચંદ્ર સારંગીના નિવેદનમાં છે. તેમણે કહ્યું કે, અટલ બિહારી વાજપેયીએ ઈંદિરા ગાંધીની પ્રંશસા કરી હતી.
કોંગ્રેસ નેતા અધીર રંજને મોદી પર સાધ્યું નિશાન, કહ્યું "ક્યાં માં ગંગા અને ક્યાં ગંદુ નાળુ" - pm narendra modi
ન્યુઝ ડેસ્કઃ કોંગ્રેસના નેતા અધીર રંજનના એક વિવાદાસ્પદ નિવેદનથી લોકસભામાં ભાજપના સાંસદોએ હોબાળો કર્યો હતો. ભાજપના સાંસદ સારંગીના એક નિવેદનના જવાબમાં રંજને સીધો વડાપ્રધાન મોદી પર નિશાન તાક્યું હતું. હોબાળો ઉગ્ર બનતા રાજેન્દ્ર અગ્રવાલે શાંતિ જાળવવા અપીલ કરી હતી.
કોંગ્રેસને PM મોદી સામે શું વાંધો છે? તેના જવાબમાં કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ મોદી ઉપર જ ટિપ્પણી કરી દીધી હતી. તેમણે વડાપ્રધાન મોદીની તુલના કરવાના સંદર્ભમાં કહ્યુ કે, "ક્યાં માં ગંગા અને ક્યાં ગંદુ નાળુ". આવા વિવાદીત નિવેદન પછી ભાજપનાં સાંસદોએ જોરદાર ઉહાપોહ કર્યો હતો. ભાજપના હોબાળા વચ્ચે રંજને નિવેદનમાં ઉમેરતા કહ્યું હતું કે, "અમે PMનું સમ્માન કરીએ છીએ. પણ આવી સરખામણી કરવા માટે અથવા બોલવા માટે મજબૂર ન કરો" દરમિયાન લોકસભા આસન પર બેઠેલા રાજેન્દ્ર અગ્રવાલે કહ્યું કે, કોઈ પણ આપત્તિજનક ટિપ્પણી કરશે તો તેને કાઢી મુકવામાં આવશે.
આ ઉપરાંત, અધીર રંજને વડાપ્રધાનને સવાલ કર્યો હતો કે, તેઓ 2G અને કોલસા ગોટાળામાં કોઈને પકડી શક્યા. તમે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને જેલના સળિયા પાછળ મોકલી શક્યા? તમે એમને ચોર તરીકે ચિતરીને સત્તા મેળવી તો તેઓ આજે સંસદમાં કેવી રીતે બેઠા છે? ઉલ્લેખનીય છે કે, 2014ની ચૂંટણીમાં મોદીએ ગાંધી પરિવાર પર ભ્રષ્ટાચારના આક્ષેપો કરી સત્તા મેળવી હતી.