કોંગ્રેસી નેતાએ મોદી-શાહને ગણાવ્યા ઘૂસણખોર, ગુજરાતના હોવા છતાં દિલ્હીમાં રહો છો ! - મોદી શાહ ઘુસણખોર
નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ વડાપ્રધાન મોદી અને અમિત શાહને ઘૂસણખોર ગણાવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હિન્દુસ્તાન બધા માટે છે, હિન્દુસ્તાન કોઈની જાગીર નથી, બધાનું સન્માન થવું જોઈએ. અમિત શાહ અને નરેન્દ્ર મોદી તમે ખુદ ઘૂસણખોર છો. ઘર તમારુ ગુજરાત છે અને આવી ગયા છો દિલ્હી. તમે પોતે જ ઘુસણખોર છો.
![કોંગ્રેસી નેતાએ મોદી-શાહને ગણાવ્યા ઘૂસણખોર, ગુજરાતના હોવા છતાં દિલ્હીમાં રહો છો ! Adhir ranjan news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5236301-thumbnail-3x2-adhirranjan.jpg)
કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી
રાષ્ટ્રીય નાગરિકતા પર તેમણે કહ્યું કે, કોઈનો અધિકાર છિનવી લેવાનો કોઈને હક નથી. આ આપણો દેશ છે અને આપણે વોટ કરીએ છીએ, તો પુરાવાના દસ્તાવેજની જરૂર શું છે? રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટરથી ગરીબ લોકોમાં ખૂબ જ ભય ફેલાયેલો છે.
કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી