કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, PM મોદીની લહેર નથી પરુંતુ તેમની નીતિઓની કહેર છે અને તેમની ભાષામાં ફક્ત ઝેર છે. આ PM મોદી અને ભાજપની વાસ્તવિકતા છે.
એક પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું કે, PM મોદી લોકોની વચ્ચે ભમ્ર ફેલાવી રહ્યા છે કે 70 વર્ષમાં દેશમાં સરકારોએ કંઈ નથી કર્યું. જે પણ કંઈ વિકાસ થયો તે મોદીના આવ્યા બાદ થયો છે. જૂઠ્ઠી સરકાર અંહકારમાં ભાષા અને ભારતીય સંસ્કારોની મર્યાદાને ભૂલાવી દીધી છે. જે રાજીવ ગાંધીને ટેકનિકલ કાંત્તિના જનક માનવામાં આવે છે મોદીએ તે રાજીવ ગાંધીનું અપમાન કરી રહ્યા છે.