ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોંગ્રેસે સમગ્ર દેશમાં 'સંવિધાન બચાવો, ભારત બચાવો' રેલીની કરી શરૂઆત

નવી દિલ્હી: કોંગ્રેસના સ્થાપના દિવસે પાર્ટી શનિવારે દેશના વિવિધ ભાગમાં 'સંવિધાન બચાવો, ભારત બચાવો'ના સંદેશા સાથે ફ્લેગ માર્ચ કાઢી રહી છે. જેના અંતર્ગત પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આસામમાં અને પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા ઉત્તર પ્રદેશમાં હાજર રહેશે.

ETV BHARAT
કોંગ્રેસે સમગ્ર દેશમાં 'સંવિધાન બચાવો, ભારત બચાવો' રેલી શરૂ કરી

By

Published : Dec 28, 2019, 12:42 PM IST

કોંગ્રેસ નેતાઓએ શનિવારે 135માં સ્થાપના દિવસની ઉજવણી કરી અને આ પ્રસંગે પાર્ટીએ કહ્યું કે, તેના માટે બધાની પહેલાં ભારત છે.

પાર્ટીએ ટ્વીટ કરીને કહ્યું કે, 'દેશ માટે બલિદાન કોંગ્રેસ પાર્ટી માટે તમામની ઉપર છે. અમારી સ્થાપના બાદથી, સ્વતંત્રતા આંદાલન દરમિયાન અને આગળ પણ હંમેશા સૌથી પહેલાં ભારત છે.'

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, પાર્ટીના લાખો કાર્યકર્તાઓએ દાયકાઓથી દેશમાં કોઈ નિસ્વાર્થ ભાવે યોગદાન આપ્યું છે.

સ્થાપના દિવસના પ્રસંગે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પાર્ટી કાર્યાલય ખાતે ધ્વજ ફરકાવ્યો હતો.

આ પ્રસંગે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ, રાહુલ ગાંધી, પાર્ટીના વરિષ્ઠ નેતા એકે એન્ટની, અહમદ પટેલ અને ઘણા અન્ય નેતાઓ પણ હાજર રહ્યા હતા.

કોંગ્રેસના સ્થાપના દિવસે પાર્ટી શનિવારે દેશના વિવિધ ભાગમાં 'સંવિધાન બચાવો, ભારત બચાવો'ના સંદેશા સાથે ફ્લેગ માર્ચ કાઢી રહી છે.

દેશની સૌથી જુની રાજ્કીય પાર્ટી વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરી રહી છે. રાહુલ ગાંધી આસામમાં એક રેલીને સંબોધન કરશે અને પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા ઉત્તર પ્રદ્શના કાર્યક્રમમાં હાજર રહેશે.

ABOUT THE AUTHOR

...view details