ગુજરાત

gujarat

ETV Bharat / bharat

PM મોદીની 'મન કી બાત' બાદ હવે કોંગ્રેસ કરશે 'દેશ કી બાત' - વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મન કી બાત

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જનતા સાથે વાત કરવા માટે દર મહિને રેડિયોના માધ્યમથી 'મન કી બાત' કરે છે. મોદીના આ કાર્યક્રમની જેમ શનિવારથી કોંગ્રેસ સોશિયલ મીડિયા પર 'દેશ કી બાત' કાર્યક્રમ કરવા જઇ રહી છે. કોંગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવેલા આ કાર્યક્રમનો પહેલા એપિસોડ કોંગ્રેસ પ્રવક્તા પવન ખેડા દ્વારા શનિવારે સવારે 11 વાગ્યે રજૂ કરવામાં આવશે.

કોંગ્રેસ કરશે 'દેશ કી બાત'

By

Published : Oct 26, 2019, 11:58 AM IST

Intro:Body:

આ સંબંધમાં કોંગ્રેસે ટ્વીટ કરીને કહ્યું કે, બે રાજ્યોમાં ચૂંટણીના પરિણામોથી સ્પષ્ટ સંદેશો મળે છે કે, આ સમય લોકોની સમસ્યાઓ પર વાત કરવાનો છે. પાર્ટીએ લખ્યું કે, કોંગ્રેસની જવાબદારી છે કે, તે લોકોના મુદ્દાઓને રજૂ કરે અને તેને પૂરા પણ કરે.

કોંગ્રેસ પાર્ટીના સોશિયલ મીડિયા પ્રમુખ રોહન ગુપ્તાએ કહ્યું કે, 'દેશ કી બાત' આમ આદમીની ચિંતાઓને દૂર કરશે અને સરકાર પાસે તેની વિફળતાઓ, અસમાન વાયદાઓ અને અર્થ વ્યવસ્થા, કૃષિ સંકટ, વધતી કિંમતો, બેરોજગારી અને અન્ય સાર્વજનિક મુદ્દાઓ પર પ્રશ્ન ઉઠાવશે.

કોંગ્રેસ કરશે 'દેશ કી બાત'

કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે, પાર્ટીની સોશિયલ મીડિયા ટીમ એક નવી સીરિઝ 'દેશ કી બાત' લાવી રહી છે. આ કાર્યક્રમમાં દેશના મુદ્દાઓ પર વાત કરવામાં આવશે. વિધાનસભા ચૂંટણીના પરિણામથી જનતાનો જનાદેશ સ્પષ્ટ છે. લોકોના મુદ્દાઓ પર ધ્યાન આપવાની આવશ્યક્તા છે, સમર્થન વધવાનો મતલબ છે કે, લોકોએ કોંગ્રેસમાં પોતાના વિશ્વાસ રાખ્યો છે.

તેમણે ક્હયું કે, દેશમાં એક જવાબદાર વિપક્ષના રૂપમાં કોંગ્રેસ જનતાના મુદ્દાઓને ઉઠાવશે. પ્રત્યેક એપિસોડમાં અમે જનતા પર ભાર બનનારા મુદ્દાઓને ઉઠાવશે અને વધુમાં તમને જણાવીએ તો આ કાર્યક્રમ પાર્ટી પ્રવક્તાઓ દ્વારા કરવામાં આવશે.

આ તરફ કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ પણ કહ્યું હતું કે, મીડિયા કોંગ્રેસને જરૂરી કવરેજ આપી રહ્યું નથી.

મહત્વનું છે કે, આ પહેલા પણ કોંગ્રેસના નેતા સંદિપ દીક્ષિતે 'કામ કી બાત' કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ તે બાદમાં તેમણે કોઇ કારણ બંધ કરવામાં આવ્યું હતું. જો કે, તે ભાજપના નિવેદનનો જવાબ આપવા માટે વીડિયો બનાવ્યા કરે છે.

ABOUT THE AUTHOR

...view details