જો કે થોરાટે કહ્યું કે, 'અમને શિવસેના તરફથી કોઈ પ્રસ્તાવ મળ્યો નથી.' પરંતુ, જો અમને તેમની તરફથી કોઈ પ્રસ્તાવ મળે છે તો અમે દિલ્હીમાં પાર્ટી હાઈકમાન્ડનો સંપર્ક કરીશું અને શું કરી શકાય છે તે જોશું.
તેમણે આગળ કહ્યું કે, 'અમે (કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી) એક બેઠક કરીશું, અને આ બાબતે નિર્ણય કરીશું.'
ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પરીણામ આવ્યા બાદ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, ચૂંટણી પહેલા ભાજપ સાથે બેઠક થઈ હતી, ત્યારે 50-50 ફોર્મ્યુલા નક્કિ કરાઈ હતી હવે આ ફોર્મ્યુલા પર કામ કરવાનો સમય આવી ગયો છે, ત્યારબાદ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, શું નક્કિ થયું હતુ તે સમય આવતા બધાની સામે આવી જશે.
શિવસેનાએ સંકેત આપ્યા છે કે, અઢી- અઢી વર્ષના કાર્યકાળ માટે બંને પાર્ટીના મુખ્યપ્રધાન બની શકે છે.