પાર્ટીના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલે ટ્વિટ કરી કહ્યું કે, અનંતનાગમાં આતંકીઓ સાથેની અથડામણમાં શહીદ મજર કેતન શર્માને સલામ.
આશા છે કે કાશ્મીરમાં આતંકી હુમલાઓ પર રોક લગાવવા યોગ્ય કાર્યવાહી થશે :કોંગ્રેસ - Gujarat
નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં એક મેજર શહીદ શયા હતા. તો પુલવામામાં થયેલા આતંકી હુમલાને લઇ કોંગ્રેસે આશા વ્યક્ત કરી છે કે, ભવિષ્યમાં જે હુમલાઓ થઇ રહ્યા છે, તેના પર રોક લગાવવા માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
રણદીપ સુરજેવાલ
તેમણે પુલવામામાં સેનાના વાહન પર થયેલા હુમલાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આશા છે કે સરકાર તથા દેશની ખુફિયા એજન્સીઓ ભવિષ્યમાં આ પ્રકારના હુમલાઓ પર રોક લગાવવા માટે યોગ્ય પગલા લેશે.
ઉલ્લેખનીય છે કે, સોમવારે જમ્મૂ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સુરક્ષાદળો તથા આંતકીઓ વચ્ચે અથડામણ શરૂ થઇ હતી. જેમાં મેજર કેતન શર્મા શહીદ થયા હતા. તો આ અથડામણમાં સેનાએ એક આંતકીને ઠાર પણ કર્યો હતો.