અમિત શાહ, PM મોદી, અને ભાજપના નેતાઓએ તેમના દેશ વિરોધી નિવેદન આપવા બદલ દેશની માફી માંગવી જોઇએ.
પ્રજ્ઞાના નિવેદન પર કોંગ્રેસની તીખી પ્રકિયા, ગોડસે એક હત્યારો હતો - Amit shah
ન્યૂઝ ડેસ્ક: સાધ્વી પ્રજ્ઞાએ નથૂરામ ગોડસેને દેશભક્ત ગણાવ્યા છે. સાધ્વી પ્રજ્ઞાના આ નિવેદન પર વિપક્ષ તરફથી તીખી પ્રતિક્રીયા આપી છે. ભોપાલથી કોંગ્રેસના ઉમેદવાર દિગ્વીજય સિંહે સાધ્વીના નિવેદનનો જવાબ આપતા કહ્યું છે કે, "હું આ નિવેદનની નિંદા કરું છું, નથુરામ ગોડસે એક હત્યારો હતો, તેને માન આપવું એ દેશભક્તિ નથી, તે રાજદ્રોહ છે."
Sadhvi
કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુજરેવાલાએ આ બાબતે જણાવ્યુ છે કે, નથૂરામ ગોડસેએ ભારતના રાષ્ટ્રપિતાની હત્યા કરી છે. એવા વ્યકિતને BJP દેશ ભક્ત કેવી રીતે કહી શકે છે, દેશભક્ત તો હેમંત કરકરે છે જેમણે દેશની સેવામાં પોતાનું બલિદાન આપ્યુ છે.
ઉલ્લેખનીય છે કે, ભોપાલ લોકસભા સીટ પર BJPની ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા અને દિગ્વીજય સિંહ વચ્ચે સીધો જંગ છે. આ સીટ પરથી કુલ 30 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. 12મે ના રોજ ભોપાલમાં મતદાન થયુ હતું. તો શબ્દોની આ લડાઇની અસર ચૂંટણી પરિણામો પર શું અસર કરે છે તે જોવાનું રહ્યું.