સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ, કોંગ્રેસના બધા જ ધારાસભ્યો જયપુર પહોંચી ગયા અને બેઠક યોજી શિવસેના સાથે ગઠબંધન મુદ્દે ચર્ચા કરી. આ બેઠકમાં કોંગ્રેસના ટોચના નેતાઓ પણ હાજર રહ્યા હતા.
કોંગ્રેસ ધારાસભ્યો પહોંચ્યા જયપુર, સરકાર બનાવવાની કવાયત તેજ
નવી દિલ્હી: મહારાષ્ટ્રમાં રાજ્યપાલ સાથેની મુલાકાત બાદ દેવેન્દ્ર ફડણવીસે સ્પષ્ટ કરી દીધું છે કે, તેઓ સરકાર નહીં બનાવી શકે. આ વાત સામે આવતા જ કોંગ્રેસની છાવણીમાં હલચલ તેજ થઈ ગઈ છે. શિવસેનાએ પણ પોતાનો પક્ષ રાખતા કહ્યું કે, મુખ્યપ્રધાન તેમની પાર્ટીમાંથી જ હશે.
congress gets into huddle over maharastra govt formation
પાર્ટીના ટોચના નેતા અહેમદ પટેલ પણ થોડા જ વખતમાં જયપુર પહોંચશે. બેઠક બાદ જે પણ નિષ્કર્ષ પર પહોંચાશે તે દિલ્હીના ટોચના નેતાઓ સાથે શેર કરવામાં આવશે.
વિગતો મુજબ, NCP પ્રમુખ શરદ પવાર દિલ્હીમાં સોમવારના રોજ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરશે. આ મુદ્દા બાદ બન્ને નેતા શિવસેનાના નેતૃત્વવાળી સરકારનો હિસ્સો બનવાના મુદ્દા પર ચર્ચા કરશે.