બિજનોરમાં નાગરિકતા સુધારા કાયદાનો વિરોધ 20 ડિસેમ્બરના રોજ જોરશોરથી થયો હતો. વિરોધ પ્રદર્શનમાં હિંસા ફેલાવવાનાં કારણે પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. જે બાદ રવિવારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ બિજનોરના નટોર ખાતે પહોંચી હતી. જ્યાં તેમને 20 ડિસેમ્બરેના રોજ વિરોધ પ્રદર્શન દરમિયાન માર્યા ગયેલા બંને વ્યક્તિઓના પરિવારને મળી તેમને શાંત્વના આપી હતી. તે સાથે શક્ય તમામા સહાય કરવાની ખાતરી આપી હતી.
પ્રિયંકા ગાંધી પહોંચ્યા બિજનોર, મૃતકોના પરિવારજનોને આપી સાંત્વના - Bijnor
ઉત્તર પ્રદેશઃ બિજનોરમાં નાગરિકતા સુધારા કાયદાના વિરોધ વચ્ચે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી રવિવારે બિજનોરના નટોર મુકામે પહોંચ્યાં હતા. જ્યાં તેમને 20 ડિસેમ્બરેના રોજ વિરોધ પ્રદર્શન દરમિયાન માર્યા ગયેલા બંને વ્યક્તિઓના પરિવારને મળ્યાં. પરિવારજનોને હૈયા ધારણા આપી સહાયની ખાતરી પણ આપી.
giving peace to the families of those killed in the protest
શુક્રવારે NRC અને CAAના વિરોધ પ્રદર્શનમાં વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓએ નટોરમાં પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. વિરોધ પ્રદર્શનકારીઓએ પોલીસ સુરક્ષાના ઘેરાને પણ તોડી નાખ્યો હતો. પથ્થરમારામાં બે પોલીસકર્મીઓ અને 6 પ્રદર્શનકારીઓ ઘાયલ થયા હતા. આ ઉપરાંત કોતવાલી પોલીસ સ્ટેશનના બિજનોર શહેરના સિવિલ લાઇન વિસ્તારમાં પણ અસામાજીક તત્ત્વોએ તોડફોડ કરી હતી.