જયપુર: રાજસ્થાનમાં મંગળવારે રાજસ્થાન કોંગ્રેસ અઘ્યક્ષ સચિન પાયલટ, સેવા દળના અધ્યક્ષ રાકેશ પારીક અને યુથ કોંગ્રેસ પ્રમુખ મુકેશ ભાકરને તેમના પદ પરથી હટાવવવામાં આવ્યા છે. હવે કોંગ્રેસ પાર્ટીએ સંગઠનમાં બીજો મોટો નિર્ણય લીધો છે અને સમગ્ર પ્રદેશ કારોબારીનો ભંગ કરી દીધો છે.
રાજસ્થાન કોંગ્રેસમાં મોટો બદલાવ, પ્રદેશ કોંગ્રેસના તમામ યુવા નેતાઓની હકાલપટ્ટી - જયપુર
રાજસ્થાનમાં મંગળવારે રાજસ્થાન કોંગ્રેસ અઘ્યક્ષ સચિન પાયલટ, સેવા દળના અધ્યક્ષ રાકેશ પારીક અને યુથ કોંગ્રેસ પ્રમુખ મુકેશ ભાકરને તેમના પદ પરથી હટાવવવામાં આવ્યા છે. હવે કોંગ્રેસ પાર્ટીએ સંગઠનમાં બીજો મોટો નિર્ણય લીધો છે અને સમગ્ર પ્રદેશ કારોબારીનો ભંગ કરી દીધો છે.
રાજસ્થાન કોંગ્રેસના પ્રભારી મહાસચિવ અવિનાશ પાંડેએ રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસ કમિટીની પ્રદેશ કારોબારીનો ભંગ કરી દીધો હતો. હવેથી પ્રદેશ અધ્યક્ષ ગોવિંદ ડોટાસરા તેમની કારોબારી બનાવશે. પ્રદેશ મહાસચિવ અવિનાશ પાંડેએ એક નિવેદન બહાર પાડ્યું છે કે, પ્રદેશ કોંગ્રેસમાં નવા અધ્યક્ષની નિમણૂક કરવામાં આવી છે. અવિનાશ પાંડેએ કોંગ્રેસ નેતાઓને કડક સૂચના આપી છે કે, કોઈ પણ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ગોવિંદ ડોટાસરાની મંજૂરી વિના મીડિયા સાથે વાત કરશે નહીં.
તમને જણાવી દઇએ કે, રાજસ્થાનમાં સચિન પાયલટને કેબિનેટમાંથી બરતરફ કરવાની સાથે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ પદેથી પણ હટાવી દેવામાં આવ્યા છે. તેમની જગ્યાએ શિક્ષણ પ્રધાન ગોવિંદસિંહ ડોટાસરાને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા છે. પાયલટ સિવાય વિશ્વવેન્દ્રસિંહ અને રમેશ મીનાને પણ કેબિનેટમાંથી બરતરફ કરવામાં આવ્યા છે.