ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોંગ્રેસે અભિનંદનની મૂછોને 'રાષ્ટ્રીય મૂછો' જાહેર કરવાની કરી માંગ - national mustache

નવી દિલ્હી: કૉંગ્રેસના નેતા અધિર રંજને લોકસભામાં તેમના ભાષણ દરમિયાન જણાવ્યું હતું કે વિંગ કમાન્ડર અભિનંદનને વીરતા પુરસ્કાર આપવામાં આવે અને તેની મૂછોને 'રાષ્ટ્રીય મૂછ' તરીકે ઓળખાણ મળવી જોઈએ.

gmjh

By

Published : Jun 24, 2019, 5:55 PM IST

કૉંગ્રેસના નેતાએ કહ્યું, 'અભિનંદનને તેમના બહાદુરી માટે પુરસ્કાર મળવો જોઇએ અને તેની મૂછોને 'રાષ્ટ્રીય મૂછ' તરીકે જાહેર કરવી જોઇએ.

સૌ.ANI twitter

તેમણે આગળ કહ્યું કે અભિનંદનની બહાદુરી અને હિંમત પર દેશે ગૌરવ કરવો જોઈએ.

પુલવામા હુમલા પછી, ભારતે પાકિસ્તાન પર એર સ્ટ્રાઇક કરી હતી, તેના પછીના જ દિવસે પાકિસ્તાને પલટવાર કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. તે દરમિયાન કેપ્ટન અભિનંદનના વિમાનને નુકસાન થયું હતું અને પાકિસ્તાની સૈનિકો દ્વારા તેમને પકડવામાં આવ્યા હતા.

પાકિસ્તાને 3 દિવસ માટે અભિનંદનને જેલનમાં રાખ્યા હતા. જબરદસ્ત રાજકીય દબાણ પછી, પાકે અભિનંદને છોડ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details