ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સાવરકર બાદ હવે ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવ માટે ભારતરત્નની માગ - bharat ratna nomination 2019

નવી દિલ્હીઃ કોંગ્રેસે મોદી સરકાર પાસે ભગતસિંહ, રાજગૂરૂ અને સુખદેવને ભારતરત્ન આપવા માગ કરી છે. આ બાબતે કોંગ્રેસ પ્રવક્તા મનિષ તિવારીએ PM મોદીને પત્ર પણ લખ્યો છે. RSS અને BJP દ્વારા સાવરકરને ભારતરત્ન આપવાની માગ બાદ કોંગ્રેસે પણ શહીદ ત્રિપૂટીને ભારતરત્ન આપવાનો સુર રેલાવ્યો છે.

indian national congress demands bharat ratna

By

Published : Oct 26, 2019, 3:39 PM IST

કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને શહીદ ભગત સિંહ, રાજગૂરૂ અને સુખદેવને ભારતરત્ન આપવા માગ કરી છે. આ ઉપરાંત તેમને મોહાલી ઍૅરપોર્ટનું નામ શહીદ-એ-આઝમ ભગતસિંહ ઍૅરપોર્ટ કરવા અનુરોધ કર્યો છે. તેમને કહ્યું કે, ભગતસિંહ, રાજગૂરૂ અને સુખદેવે બ્રિટિશ સામ્રાજ્ય સામે બહાદુરીપૂર્વક લડ્યા હતાં, તેમને પેઢીઓની પેઢીઓ માટે પ્રેરણારૂપ છે. 23 માર્ચ 1931ના રોજ આ સ્વતંત્ર સેનાનીઓએ ફાંસી સ્વીકારી શહીદી વહોરી હતી.

26 જાન્યુઆરી 2020માં આ ત્રણ શહીદોને ભારતરત્ન આપી તેમને શહીદ-એ-આઝમ જાહેર કરવામાં આવે અને ચંડીગઢ(મોહાલી) ઍૅરપોર્ટનું નામ શહીદ-એ-આઝમ ઍરપોર્ટ કરવાની માંગણી કરી છે.

ABOUT THE AUTHOR

...view details