આ ડેલિગેશનમાં પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદરસિંહ, જ્યોતિરાદિત્ય સિંધિંયા, આરપીએન સિંહ, આશાકુમારી, રણદીપ સૂરજેવાલા, દીપેંદ્ર હુડ્ડા, અને જિતિન પ્રસાદનો સમાવેશ થાય છે.
પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ સાથે કરતારપુર જશે કોંગ્રેસી નેતાઓ - kartarpur coridoor
નવી દિલ્હીઃ કોંગ્રેસે પ્રતિનિધીમંડળની રચના કરી છે. જે 12 નવેમ્બરે ગુરૂનાનક દેવના 550માં પ્રકાશ પર્વ નિમિત્તે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ સાથે કરતારપુર સાહિબ જશે.
પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ સાથે કરતારપુર જશે કોંગ્રેસી નેતાઓ
નોંધનીય છે કે, આ પહેલા ભારતના લોકો અને ખાસ કરીને શીખ શ્રધ્ધાળુઓ દરબાર સાહિબના દર્શન ભારતની સીમામાંથી માત્ર દુરબીનથી જ કરતાં હતા. આ કૉરિડોર પાકિસ્તાન સરહદથી ચાર કિલોમીટર દુર કરતારપુર સુધી છે. આ કૉરિડોરના ઉપયોગ માટે જે કાયદાકીય ગૂંચ હતી તેને દુર કરી દેવાય છે.
લાંબા સમયથી શીખ ધર્મના લોકોની માગ હતી કે આ કૉરિડોરને ખોલી દેવામાં આવે. આખરે બંને દેશની સમજૂતીથી કૉરિડોર ખોલવાનો નિર્ણય લેવાયો છે.