વધુમાં જણાવીએ તો છેલ્લા કેટલાય વર્ષોમાં કોંગ્રેસ પાર્ટીએ નરેન્દ્ર મોદી સરકારના સંવેદનશીલ મુદ્દાઓ સાથે જોડાયેલા નિર્ણયોનો જ્યારે પણ વિરોધ કર્યો છે, ત્યારે તેનું પાર્ટીને જ નુકસાન થયું છે. તે પછી કલમ 370નો વિરોધ હોય, રામ મંદિર પર કોંગ્રેસ પાર્ટીના મોટા નેતાઓના નિવેદન હોય, હિન્દુ આતંકવાદનો મુદ્દો હોય કે, પછી પૂર્વોતરમાં NRCનો મુદ્દો હોય. કોંગ્રેસના નેતાઓએ જ્યારે પણ આ મામલાઓ પર સરકારની નીતિઓનો વિરોધ કર્યો છે, ત્યારે પાર્ટીને નુકસાન થયું છે.
કોંગ્રેસ હાઇકમાન્ડનું ફરમાન, 370, NRC, રામમંદિર મુદ્દે ભાજપ પર પ્રહાર નહીં કરે - કોંગ્રેસ હાઇકમાન્ડનું ફરમાન
નવી દિલ્હીઃ પી. ચિદમ્બરમ અને ડીકે શિવકુમાર જેવા કોંગ્રેસના કદાવર નેતાઓની વિવિધ કેસમાં ધરપકડ થવાથી કોંગ્રેસ આઘાતમાં છે. તે દરેક પગલાઓ ફૂંકી-ફૂંકીને રાખી રહી છે. પાર્ટીના હાઇ કમાન્ડે સ્પષ્ટ કર્યું કે, હવે તે સંવેદનશીલ મુદ્દાઓને ન ઉઠાવીને સામાન્ય માણસો સાથે જોડાયેલા વિષયો પર પૂરતું ધ્યાન આપશે.
કોંગ્રેસ હાઇ કમાન્ડનું 'ફરમાન', મોટા મુદ્દાઓને લઇને ભાજપ પર નહીં કરે આક્રમણ
હવે કોંગ્રેસ પાર્ટીએ આ નિર્ણય કર્યો છે કે, આવા સંવેદનશીલ મુદ્દાઓ પર પાર્ટીના નેતા નિવેદન આપવાને બદલે આમ આદમીની રોજગાર અને રોજી-રોટીથી જોડાયેલા મુદ્દાઓને ઉઠાવે.
સુત્રોના પ્રમાણે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પાર્ટીના નેતાઓને કહ્યું કે, શું તમે સોશિયલ મીડિયાને બદલે જમીન પર આવીને આ વાતને ગંભીરતાથી જુઓ અને સામાન્ય માણસની ભાવનાઓ સાથે જોડાયેલા મુદ્દાઓ પર સરકારના નિર્ણય લઇ રહી છે. તેના વિરોધથી ક્યાંક પાર્ટીને જ નુકસાન પહોંચી રહ્યું છે.
Last Updated : Sep 13, 2019, 10:40 PM IST