દિલ્હીમાં થોડા મહિના બાદ વિધાનસભા ચૂંટણી થવાની છે. જેને લઇને અત્યારથી જ રાજકીય પાર્ટીઓએ તૈયારી શરૂ કરી દીધી છે. આ કડીમાં ગુરૂવારે મોડી રાત્રીએ અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીએ દિલ્હી વિધાનસભા ચૂંટણીના સંભવિત ઉમેદવારોના નામની પસંદગી માટે 3 સભ્યોની કમિટીની રચના કરી છે. રાજીવ સાતવને તેના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.
સ્ક્રીનિંગ કમિટીના સભ્યોની યાદી ઉમેદવારોના નામ કરશે શોર્ટલિસ્ટઃ
ગુરૂવાર મોડી રાત્રીએ કોંગ્રેસ કમિટી દ્વારા આવનારી દિલ્હી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજીવ સાતવની અધ્યક્ષતામાં સ્ક્રીનિંગ કમિટીની રચના કરવામાં આવી છે. જે સંભવિત ઉમેદવારોના નામ શોર્ટલિસ્ટ કરીને કોંગ્રેસ હાઇ કમાન્ડને મોકલશે, જ્યાં વરિષ્ઠ નેતાઓ દ્વારા તેમના નામમાં મોહર લગાવવામાં આવશે.
સ્ક્રીનિંગ કમિટીના સભ્યોઃ
- રાજીવ સાતવ: ચેરમેન
- વિરેન્દ્ર સિંહ રાઠોર: સભ્ય
- ચલ્લા વમષિ ચંદ રેડ્ડી: સભ્ય