ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કુતિયાણામાં ખેડૂતોને પાક વિમો ઓછો મળતા કોંગ્રેસ સમિતિએ કલેકટરને આપ્યુ આવેદનપત્ર

પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના ખેડુતોએ કલેકટરને આવેદન પત્ર પાઠવ્યુ હતુ. જેમાં રાજ્ય સરકાર તરફથી મળવા પાત્ર પાક વિમાની રકમ ઓછી મળતા જીલ્લા કોંગ્રેસ સમિતિ પોરબંદર દ્વારા આજે જિલ્લા અધિક્ષક કલેકટર ને આવેદન પત્ર પાઠવ્યું હતું.

સ્પોટ ફોટો

By

Published : Feb 6, 2019, 3:14 PM IST



પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અધિક કલેકટર ને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં સરકાર વિરુધ્ધ આક્ષેપ કરવામાં આવ્યા હતા કે, ગુજરાતમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી પાકવીમાંનું પ્રીમિયમ ફરજીયાત બનાવી કૃષિ સબસિડીના નામે સરકારી તિજોરીના કરોડો રૂપિયા ખાનગી વીમા કંપનીઓને લાભ કરાવી આપવા કૃષિ વીમા ફસલ યોજનાના નામે ષડયંત્ર રચી ભાજપની સરકારે પાકવિમાનું પ્રીમિયમ ફરજીયાત કાપી લેવાની યોજના બનાવી છે. કુતીયાણાના ખેડૂતો ને 0.0284 % પાકવિમો મળતા ખેડૂતોનું અપમાન થાય છે. જીલ્લા કોંગ્રેસ સમિતિના સામત ભાઈ ઓડેદરા એ જણાવ્યું હતું.

જૂઓ વીડિયો



આવેદન પત્ર પાઠવવા જિલ્લા પ્રભારી જયેશ ભાઈ મોરી,જિલ્લા પ્રમુખ નાથાભાઇ ઓડેદરા ,લાખનસીભાઈ ગોરાણીયા કિશન રાઠોડ તીર્થરાજ બપોદરા અને કેશુભાઈ ઓડેદરા ઉપસ્થિત રહ્યા હતા.

For All Latest Updates

TAGGED:

khedut

ABOUT THE AUTHOR

...view details