કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ફેસબુકની માલિકીની મેસેજિંગ એપ (વોટ્સએપ) દ્વારા NCP નેતા પ્રફુલ પટેલ અને પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીને મેસેજ મળવા વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે કહ્યું કે 'હું તમને કહેવા માગુ છું કે પ્રિયંકા ગાંધીને વોટ્સએપ પર લગભગ તે જ સમયે તે જ પ્રકારનો મેસેજ મળ્યો હતો'
જાસૂસી કાંડ: કોંગ્રેસનો આક્ષેપ, પ્રિયંકા ગાંધીનું વોટ્સએપ પણ હેક
નવી દિલ્હી: કોંગ્રેસે દાવો કર્યો છે કે, વોટ્સએપે ફોન હેકિંગની સંભાવનાને લઈને પ્રિયંકાને ચેતવણી આપી હતી. કોંગ્રેસે કહ્યું કે, પ્રિયંકાને એક મેસેજ પણ આવ્યો હતો. પરંતુ, પાર્ટીએ એ વાત જણાવી નથી કે આ પ્રકારનો મેસેજ ક્યારે આવ્યો હતો.
congress claims priyanka gandhi received message from whatsapp
સૂરજેવાલાએ કહ્યું કે, પ્રિયંકાને લગભગ તે જ સમયે મેસેજ મળ્યો હતો જ્યારે વોટ્સએપ પર આ પ્રકારના મેસેજ એવા લોકોને મળતા હતા જેમના ફોન હેક થયા હતાં.