કોંગ્રેસ નેતા અહમદ પટેલે ટ્વીટ કરી કહ્યું કે, શહીદ વડાપ્રધાન વિશે ખરાબ વાત કરવી કાયરતાની નિશાની છે, પણ તેમની હત્ના માટે કોણ જવાબદાર છે ?
પોતાની ટ્વીટમાં તેમણે આગળ લખ્યું હતું કે, ભાજપ સમર્થિત વીપી સિંહની સરકારે તેમની વધારાની સુરક્ષા આપવાની ના પાડી દીધી હતી. તેમને ફક્ત એક પીએસઓ આપ્યું, જ્યારે ખાનગી જાણકારી પણ મળી રહી હતી તેમ છતા પણ તેમની સુરક્ષા વધારવામાં નહોતી આવી.
અહદમ પટેલે અન્ય ટ્વીટમાં કહ્યું હતું કે, રાજીવ ગાંધી પોતાના પર લાગેલા આરોપોનો જવાબ આપવા જીવતા નથી રહ્યા. રાજીવ ગાંધીને તેમની નફરતને કારણે જીવ ખોવો પડ્યો.
કોંગ્રેસના આરોપ પર કેન્દ્રીય પ્રધાન અરુણ જેટલીએ વળતો પ્રહાર કર્યો છે. તેમણે જવાબી ટ્વીટમાં કહ્યું હતું કે, ડિસેમ્બર 1990થી મે 1991 સુધી રાજીવ ગાંધીની હત્યા થઈ, તે સમયે કોંગ્રેસ સત્તાધારી ચંન્દ્રશેખર સરકારનું સમર્થન કરી રહ્યા હતાં.
જેટલીએ અન્ય એક ટ્વીટમાં કહ્યું હતું કે, મે 1991થી 2004 સુધી કોંગ્રેસ પોતાની સહયોગી પાર્ટી ડીએમકેને રાજીવ ગાંધીની હત્યા માટે જવાબદાર ગણવામાં આવ્યા હતાં. ત્યાં સુધી કે, તેમણે તો સમર્થન પણ પાછુ લઈ લીધું હતું. આજે 28 વર્ષ બાદ ફરી કોંગ્રેસને તેમા ભાજપ જબાવદાર લાગે છે.
આ અગાઉ વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધીના પિતા રાજીવ ગાંધીને મિસ્ટર ક્લિન કહ્યા હતાં.